મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. નોકરીમાં કામનું ભારણ વધુ રહેતા માનસિક થાકનો અનુભવ થશે, પરંતુ ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. આર્થિક દ્રષ્ટિએ ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે, નહિતર બજેટ ખોરવાઈ શકે છે. સંતાનોના શિક્ષણને લઈને ચિંતા દૂર થશે. જીવનસાથી સાથે કોઈ જૂના વિવાદનો સુખદ અંત આવશે. સ્વાસ્થ્ય બાબતે આંખ કે માથાના દુખાવાની ફરિયાદ રહી શકે છે. સાંજના સમયે મિત્રો સાથે મુલાકાત મનને તાજગી આપશે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માનસિક શાંતિ મળશે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ભાગ્યશાળી સાબિત થશે. અટકેલા સરકારી કામોમાં સફળતા મળશે અને નવી મિલકત ખરીદવાના યોગ બની રહ્યા છે. વેપારમાં મોટો આર્થિક લાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મળવાની પૂરી શક્યતા છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને જૂની બીમારીઓમાંથી રાહત મળશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. આજે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ રહેશે.
મિથુન:
મિથુન રાશિના જાતકોએ આજે વાણી અને વર્તન પર સંયમ રાખવાની જરૂર છે. કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજને કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે, તેથી દલીલો ટાળવી. કાર્યક્ષેત્રમાં વિરોધીઓ સક્રિય રહેશે, જે તમારા કામમાં અવરોધ પેદા કરી શકે છે. બિનજરૂરી મુસાફરીથી બચવું, કારણ કે તે થાક અને ખર્ચમાં વધારો કરશે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવી અને દસ્તાવેજો ચકાસીને જ સહી કરવી. માતાના સ્વાસ્થ્યની થોડી ચિંતા રહી શકે છે. ધ્યાન અને યોગ કરવાથી તમે માનસિક શાંતિ મેળવી શકશો. આજે કામની વ્યસ્તતા વચ્ચે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્ય ફળદાયી રહેશે. આજે તમને આર્થિક લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વ્યવસાયમાં નવા ઓર્ડર મળવાથી આવકમાં નોંધપાત્ર વધારો થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થતા જૂની યાદો તાજી થશે અને મન પ્રસન્ન રહેશે. પ્રેમ જીવનમાં મધુરતા વધશે અને લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ પૂર્ણ થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને ખાવા-પીવામાં ધ્યાન રાખવું નહિતર પેટની તકલીફ થઈ શકે છે. સાંજના સમયે પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે. જરૂરિયાતમંદને દાન કરવાથી પુણ્ય મળશે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે કોઈ મહત્વનું પદ મળવાના યોગ છે. પિતાના સહયોગથી આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવશે. મિલકત સંબંધિત વિવાદોમાં તમારી જીત થશે અને માનસિક બોજ હળવો થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો આ ઉત્તમ સમય છે. સ્વાસ્થ્યની બાબતમાં હૃદયના દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી. સામાજિક પ્રતિષ્ઠા વધતા મન ઉત્સાહિત રહેશે. ભાઈ-બહેન સાથેના સંબંધો સુધરી રહ્યા છે.
કન્યા:
આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે ભાગ્ય આજે સાથ આપશે. લાંબા સમયથી અટકેલા કાર્યો અચાનક ગતિ પકડશે અને સફળતા મળશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. ધાર્મિક યાત્રાનું આયોજન મનને શાંતિ આપશે. વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થશે. પિતૃ પક્ષ તરફથી ધનલાભ થવાની પૂરી સંભાવના છે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય જળવાઈ રહેશે, પરંતુ વધુ પડતા કામથી માનસિક થાક લાગશે. ઈષ્ટદેવના સ્મરણથી દિવસ વધુ શુભ બનશે. માતા-પિતાના આશિર્વાદથી આજે અટકી પડેલું કામ પૂરું થશે.
તુલા:
તુલા રાશિના જાતકોએ આજે થોડી સાવધાની રાખવી પડશે. અચાનક આવનારા મોટા ખર્ચ તમારી આર્થિક સ્થિતિ ડગમગાવી શકે છે, તેથી બચત પર ધ્યાન આપવું. કાર્યસ્થળ પર કોઈના કાવતરાનો શિકાર ન બનો તે માટે આંખ-કાન ખુલ્લા રાખવા. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી, ઈજા થવાની શક્યતા છે. જોકે, સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળતા માનસિક રાહત મળશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે, તેથી શાંતિથી વાત ઉકેલવી. અજાણ્યા લોકો સાથે આર્થિક વ્યવહાર ન કરવો. શારીરિક અશક્તિ જણાય તો આરામ લેવો હિતાવહ છે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક અને સુખદ રહેશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. ભાગીદારીમાં રહેલા વ્યવસાયમાં મોટો આર્થિક નફો થવાના યોગ છે. રોજગારની શોધમાં રહેલા લોકોને નવી અને સારી તક મળી શકે છે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે અને લોકો તમારા અભિપ્રાયને માન આપશે. ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ ખર્ચ થશે, પરંતુ તે તમને ખુશી આપશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. સાંજનો સમય કોઈ મનોરંજન કાર્યક્રમમાં પસાર થશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે દિવસ અનુકૂળ રહેશે.
ધન:
આજનો દિવસ ધન રાશિના જાતકો માટે જીવનમાં સફળતા અને વિજય અપાવનારો રહેશે. તમારા શત્રુઓ અને વિરોધીઓ તમારી સામે નબળા પડશે અને તમે તમારા ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવશો. કાયદાકીય બાબતોમાં ચુકાદો તમારી તરફેણમાં આવી શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ છે અને નવી જવાબદારીઓ ઉત્સાહ વધારશે. આર્થિક રીતે આવક જળવાઈ રહેશે, પરંતુ ઉધારી આપવાનું ટાળવું. મોસાળ પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં સાવચેતી રાખવી, ખાસ કરીને સાંધાના દુખાવાની તકલીફ થઈ શકે છે. યોગ અને હળવી કસરત કરવાથી લાભ થશે.
મકર:
મકર રાશિના જાતકો માટે રચનાત્મક અને કલાત્મક કાર્યોમાં પ્રગતિનો દિવસ છે. જો તમે લેખન, સંગીત કે કલા સાથે જોડાયેલા હોવ તો આજે કોઈ મોટું પ્લેટફોર્મ મળી શકે છે. શેરબજાર કે લોટરીમાં રોકાણથી અચાનક ધનલાભ થવાની શક્યતા છે, પરંતુ જોખમ લેતા પહેલા વિચારવું. સંતાનોની પ્રગતિથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન પરોવવું સરળ બનશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને તમે તમારા પાર્ટનર સાથે ભવિષ્યની યોજનાઓ બનાવી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે અને સાંજ જૂના મિત્રો સાથે આનંદમાં વીતશે. આકસ્મિક ધનલાભ થશે.
કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. ઘર કે જમીન સંબંધિત ખરીદ-વેચાણના વ્યવહારમાં સાવધાની રાખવી અને દસ્તાવેજો બરાબર ચકાસવા. માતાના સ્વાસ્થ્યમાં નરમાશ આવી શકે છે, જે તમારી ચિંતા વધારી શકે છે. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ ન મળતા નિરાશા થઈ શકે છે. જોકે, ઓફિસમાં સ્ત્રી સહકર્મીનો સહયોગ તમારા કામને સરળ બનાવશે. બિનજરૂરી દલીલોથી દૂર રહેવું અને ઘરની આંતરિક વાતો બહાર ન જણાવવી. આર્થિક રીતે ખર્ચ પર કાબૂ રાખવો. સાંજે ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળશે. વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે.
મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થતા તમે કઠિન કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. ટૂંકા અંતરની મુસાફરી લાભદાયી રહેશે અને નવા વ્યાપારિક સંપર્કો બનશે. નાના ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે અને તેમનો સહયોગ મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને તીર્થયાત્રાનું આયોજન થઈ શકે છે. આર્થિક રીતે આવકના નવા સ્ત્રોત ઉભા થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. સાંજનો સમય પરિવાર સાથે મંદિરે જવાથી મન પ્રસન્ન રહેશે.