Sun May 24 2026

Logo

નો ટ્રેન, નો બસ, ઓફિસ છૂટ્યા પછી નદીમાં કૂદીને સીધા ઘરે પહોંચે છે આ દેશના લોકો... કારણ જાણીને ચોંકી ઉઠશો...

1 day ago
Author: Darshana Visaria
Article Image

મોંઘીદાટ મેટ્રો, ટ્રાફિક જામ, લોકલ ટ્રેનની ભીડ અને બસની લાંબી લાઈનો આ બધું જોઈને કોઈપણ ઓફિસ જનારા વ્યક્તિનો મૂડ ખરાબ થઈ જાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવો અદભુત દેશ પણ છે જ્યાં લોકો ઓફિસ છૂટ્યા પછી ઘરે જવા કોઈ ટ્રેન કે બસ પકડવાને બદલે સીધા નદીમાં કૂદી પડે છે અને તરતાં-તરતાં પોતાના ઘરે પહોંચે છે. ચાલો જોઈએ આખરે શું છે આ પાછળનું કારણ...

એક રિપોર્ટ અનુસાર, ધરતીનું સ્વર્ગ ગણાતા સ્વિટ્ઝરલેન્ડના બેસલ શહેરમાં ઓફિસથી ઘર સુધીના પ્રવાસ માટેનો આ અનોખો અને ક્રેઝી ટ્રેન્ડ આખી દુનિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સ્વિટ્ઝરલેન્ડના બ્યુટીફુલ બેસલ (Basel) શહેરમાંથી રાઈન નદી (Rhine River) પસાર થાય છે. 

ઉનાળાની મોંઘવારી અને ગરમી વચ્ચે અહીંના પ્રોફેશનલ્સ અને ઓફિસ કર્મચારીઓએ ઓફિસ છૂટ્યા બાદ ઘરે જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ કે મોંઘા ઈંધણને બદલે કુદરતી નદીના પ્રવાહનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ આખી પ્રક્રિયા સહેલી નથી, પરંતુ તેના માટે લોકોએ એક ખાસ સેટઅપ તૈયાર કર્યું છે. 

આઈ નો હવે તમને એ સવાલ સતાવી રહ્યો હશે કે જો લોકો ઓફિસના કપડાં પહેરીને નદીમાં કૂદશે, તો તેમનો કિંમતી મોબાઈલ અને ઓફિસનું લેપટોપ તો બગડી જશે. પરંતુ સ્વિસ લોકો આના માટે એક ખાસ પ્રકારની વોટરપ્રૂફ બેગનો ઉપયોગ કરે છે, જેને 'વિકેલફિશ' કહેવામાં આવે છે. આ બેગનો આકાર બિલકુલ માછલી જેવો હોય છે અને તે સો ટકા વોટરપ્રૂફ હોય છે. 

પરિણામે લોકો ઓફિસથી નીકળ્યા બાદ જ્યારે નદીના કિનારા પર પહોંચે છે, એટલે પોતાના ફોર્મલ કપડાં, ઘડિયાળ, જૂતા અને લેપટોપ ઉતારીને આ બેગની અંદર પેક કરી દે છે. આ બેગમાં હવા ભરાઈ જતી હોવાથી તે પાણીમાં એક અદભુત 'ફ્લોટિંગ ટૂલ' (લાઈફ જેકેટ) તરીકે પણ કામ કરે છે.

નદીનો પ્રવાહ જ પહોંચાડે છે ઘર સુધી!
કપડાં બેગમાં પેક કર્યા પછી લોકો માત્ર સ્વિમસૂટ પહેરીને નદીના ઠંડા પાણીમાં ઝંપલાવી દે છે. રાઈન નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ અનુકૂળ છે, જેને કારણે યુઝર્સે બહુ વધારે હાથ-પગ હલાવીને તરવું પણ નથી પડતું, નદીનો કુદરતી પ્રવાહ જ તેમને વહેવડાવીને આગળ લઈ જાય છે. જે જે લોકોના ઘર નદી કિનારે અથવા નજીકના એરિયામાં હોય, તેઓ પોતાના સ્ટોપ પર નદીમાંથી બહાર નીકળી જાય છે, બેગમાંથી સૂકા કપડાં કાઢીને પહેરે છે અને ફ્રેશ થઈને ઘરે પહોંચી જાય છે.

એક તીરને દો નિશાનઃ ફિટનેસ પણ અને પર્યાવરણ પણ!
સ્વિટ્ઝરલેન્ડના લોકો માટે આ રીતે ઘરે પહોંચવું એ માત્ર એક ફન એક્ટિવિટી નહીં પરંતુ તેના અનેક ફાયદા પણ છે. જેમ કે ઓફિસના આખો દિવસના માનસિક થાક અને સ્ટ્રેસ પછી નદીના ઠંડા પાણીમાં તરવાથી માઇન્ડ એકદમ રિફ્રેશ થઈ જાય છે. આ સિવાય મોંઘી ટિકિટો કે ટ્રાફિક જામમાં કલાકો બગાડવાની કોઈ ઝંઝટ જ રહેતી નથી. મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી આ રીતે ઘરે જવાને કારણે કોઈ પ્રદૂષણ થતું નથી, જે પર્યાવરણ માટે સો ટકા બેસ્ટ આઈડિયા છે.

વધુ જુઓ...