Mon May 25 2026

Logo

આજનું રાશિફળ (23-02-26): મેષ અને કર્ક રાશિના જાતકો માટે સોમવારનો દિવસ ખોલશે સફળતાના દ્વાર, જાણો બાકીની રાશિ માટે છે શું છે ખાસ?

3 months ago
Author: Darshana Visaria
Article Image

મેષઃ
મેષ રાશિના જાતકો માટે અઠવાડિયાનો પહેલો દિવસ એટલે કે સોમવારનો દિવસ નવી નવી તકો લઈને આવી રહ્યો છે. આજનો દિવસ નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. આર્થિક લાભના યોગ છે, પરંતુ રોકાણ કરતા પહેલા બજારની સ્થિતિ તપાસી લેવી. પરિવારમાં કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. સાંજનો સમય મિત્રો સાથે પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે. 

વૃષભઃ
વૃષભ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમારું ભાગ્ય ચમકશે અને લાંબા સમયથી અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમે કોઈ ધાર્મિક કાર્યમાં આર્થિક યોગદાન આપી શકો છો. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને તમે ભાવિ આયોજન વિશે ચર્ચા કરશો. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્તમ દિવસ છે. કોઈ કિંમતી વસ્તુની ખરીદીના યોગ બની રહ્યા છે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. 

મિથુન:
મિથુન રાશિના જાતકો પર આજે માનસિક મથામણ અને કામનું ભારણ વધારે રહેશે. નોકરી કરી રહેલાં જાતકો માટે નોકરીના સ્થળે વિરોધીઓથી સાવધ રહેવાની જરૂર છે, કારણ કે  સક્રિય થઈ શકે છે, તેથી સાવધાનીપૂર્વક કામ કરવું. બિનજરૂરી ખર્ચ તમારા બજેટને ખોરવી શકે છે, આર્થિક વ્યવહારોમાં સ્પષ્ટતા રાખવી. આજે તમારે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે અને ઉતાવળ કરવાથી બચવું જોઈએ. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે અને તમે હસી-થુશી સમય પસાર કરશો. આજે ભગવાન શિવની આરાધના કરવાથી માનસિક શાંતિ અને કાર્યમાં સફળતા મળશે.

કર્ક: 
આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે શુભ પરિણામો આપનારો રહેશે. આજે તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે અને તમે આત્મવિશ્વાસથી દરેક કાર્ય પૂર્ણ કરશો. લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થશે અને સંબંધોમાં નવી તાજગી આવશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે અને જૂના ઉધાર આપેલા નાણાં પરત મળી શકે છે. નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની વાતો આગળ વધી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં યોગ-ધ્યાન શરૂ કરવા માટે સારો દિવસ છે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ શોપિંગ પર જઈ શકો છો. 

સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિની નવી નવી તક લઈને આવી રહ્યો છે. આજે શત્રુઓ પરાસ્ત થશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કોર્ટ-કચેરીના મામલામાં તમારા પક્ષે નિર્ણય આવી શકે છે. વેપારમાં હરીફાઈ હોવા છતાં તમે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. પિતા કે વડીલ સમાન વ્યક્તિનો સહકાર તમારી પ્રગતિમાં મદદરૂપ થશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે અને તમે લગ્ન વિશે વિચારી શકો છો. વધુ પડતા કામના થાકને કારણે સાંજે માથાનો દુખાવો થઈ શકે છે, પૂરતો આરામ લેવો. કોર્ટ-કચેરીના કેસમાં આજે ચૂકાજો તમારી તરફેણમાં આવશે. 

કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે તમે તમારી બુદ્ધિ અને ચાતુર્યથી આજે તમે જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. આર્થિક રીતે દિવસ લાભદાયક છે અને અચાનક ધનલાભ થઈ શકે છે. સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવી તકો પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યની રૂપરેખા તૈયાર થઈ શકે છે. ઓફિસમાં સહકર્મીઓનો પૂરો સાથ મળશે. વિદેશ પ્રવાસની ઈચ્છા રાખનારા લોકો માટે સાનુકૂળ દિવસ છે. ખાણીપીણીમાં સાવધાની રાખવી અને તાજું ભોજન લેવું. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે તમારી જાત માટે સમય કાઢવો પડશે. 

તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં થોડો સાવધાની અને સતર્કતા સાથે આગળ વધવાનો રહેશે. આજે તમારે તમારા મન પર કાબૂ રાખવાની જરૂર છે, કોઈની અફવાઓ પર ધ્યાન ન આપવું. જમીન કે મકાનના દસ્તાવેજી કામોમાં ઉતાવળ ન કરવી અને કાયદાકીય સલાહ લેવી. માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને બિનજરૂરી દેખાડાથી બચવું. નોકરીમાં કામનું ભારણ વધશે, પરંતુ ધીરજથી કામ લેવાથી સફળતા મળશે. શાંત ચિત્તે લીધેલા નિર્ણયો ભવિષ્યમાં મોટા ફાયદા કરાવશે. મોસાળ તરફથી આર્થિક લાભ થવાનો યોગ બની રહ્યો છે. 

વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. આજે આ રાશિના જાતકોના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે, જેના કારણે તમે કઠિન પડકારોને સરળતાથી પાર કરી શકશો. ભાઈ-બહેનોનો સહકાર તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ટૂંકી મુસાફરીના યોગ છે, જે વ્યવસાયિક દ્રષ્ટિએ ફાયદાકારક રહેશે. શેરબજાર કે લોટરી જેવી બાબતોમાં જોખમ લેવાથી બચવું. વિદ્યાર્થીઓને મહેનતનું યોગ્ય પરિણામ મળશે. પ્રેમ સંબંધોમાં રોમાંચ વધશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો. આકસ્મિક ધનલાભની શક્યતા છે. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. 

ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધા તમારી મીઠી વાણીથી આજે તમે અશક્ય કામોને શક્ય બનાવી શકશો. આર્થિક આયોજન માટે દિવસ શ્રેષ્ઠ છે અને બચતમાં વધારો થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને તમે કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપશો. જૂના રોગોમાં રાહત જણાશે, પરંતુ નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. વેપારીઓ માટે ઉઘરાણીના નાણાં પરત મળવાના યોગ છે. કરિયરમાં કોઈ નવો વળાંક આવી શકે છે, જે લાંબા ગાળે લાભદાયક રહેશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

મકર:
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને કોઈ પણ નિર્ણય લેવાનો રહેશે. આજે તમે માનસિક રીતે ખૂબ જ મજબૂત રહેશો અને કોઈ મોટું જોખમ લઈ શકશો. નવી ઉર્જા સાથે તમે તમારા વ્યવસાયિક લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. સમાજમાં તમારું વર્ચસ્વ વધશે અને પ્રભાવશાળી લોકો સાથે મેળાપ થશે. જીવનસાથીનો પૂરો સાથ મળતા તમે ઘરેલું જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. અહંકાર અને ગુસ્સાથી બચવું, નહીંતર બનેલા કામ બગડી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો પડકારજનક રહી શકે છે.

કુંભ:
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ખર્ચાળ રહેશે. આજે ખર્ચ અને દોડધામમાં વધારો થઈ શકે છે, તેથી આયોજનબદ્ધ રીતે આગળ વધવું. વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા લોકોને સારા સમાચાર મળશે. કાયદાકીય વિવાદોમાં સમાધાનના માર્ગો ખુલશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરવો, છેતરાવાની શક્યતા છે. રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે, તેથી હળવું સંગીત કે વાંચન કરવું. ધાર્મિક યાત્રાના આયોજનથી મન પ્રસન્ન રહેશે. મિત્રોનો સહકાર સમયસર મળશે. સંતાન તરફથી આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. 

મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ  શુભ રહેવાનો છે. આજનો દિવસ તમારા માટે અતિશય લાભદાયક રહેવાનો છે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે. નોકરીમાં તમારી બદલી મનપસંદ જગ્યાએ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે અને જૂની ગેરસમજ દૂર થશે. સંતાનોના લગ્ન કે કરિયરને લઈને મહત્વના નિર્ણયો લઈ શકશો. વડીલોના આશીર્વાદથી દરેક કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે અને તમે ઉત્સાહિત રહેશો. જીવનસાથી સાથે આજે તમે કોઈ જગ્યાએ શોપિંગ પર જશો, પણ તમારે બજેટનું ધ્યાન રાખવું પડશે.

વધુ જુઓ...