જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું મિલન હંમેશા ખાસ માનવામાં આવે છે. આગામી સાતમી માર્ચ, 2026ના રોજ એક દુર્લભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના રાજકુમાર બુધ જ્યારે એક જ રાશિમાં અને એક જ ડિગ્રી પર ભેગા થાય છે, ત્યારે 'બુધાદિત્ય રાજયોગ'નું નિર્માણ થાય છે. આ સંયોગ શનિવારે સાંજે 04.29 કલાકે તેની ચરમસીમા પર રહેશે.
વૈદિક જ્યોતિષ મુજબ, સૂર્યને આત્મવિશ્વાસ અને પદ-પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે, જ્યારે બુધ બુદ્ધિ અને વેપારનો પ્રતિનિધિ છે. જ્યારે આ બંને ગ્રહો એકસાથે આવે છે, ત્યારે વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા અને વાણીમાં ગજબનો પ્રભાવ જોવા મળે છે. ચાલો જોઈએ આવતીકાલે બની રહેલો આ યોગ લાભદાયી રહેશે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.
મેષઃ
મેષ રાશિના જાતકો માટે કરિયરની નવી તકો ઉભી થશે. ખાસ કરીને જે યુવાનો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેમને સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની નોંધ લેવાશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. માતા-પિતાના આશિર્વાદથી તમારા અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે.
મિથુનઃ
સૂર્ય અને બુધની યુતિથી બની રહેલો બુધાદિત્ય આ રાશિના જાતકો માટે શુકનિયાળ સાબિત થવા જઈ રહ્યો છે. મિથુન રાશિના જાતકો માટે આ યોગ વરદાન સમાન છે. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા હોય, તો તે પરત મળવાની પૂરી શક્યતા છે. વેપારમાં કરેલું રોકાણ અત્યારે મોટો ફાયદો કરાવી શકે છે. ટૂંકમાં બુધાદિત્ય યોગ મિથુન રાશિના જાતકોના બેંક બેલેન્સમાં વધારો કરાવશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં ધરખમ વધારો થશે. રાજનીતિ કે વહીવટી સેવાઓ સાથે જોડાયેલા લોકોને નવું પદ કે મોટી જવાબદારી મળી શકે છે. પૌતૃક સંપત્તિના વિવાદો ઉકેલાશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. જીવનસાથી સાથે આ સમયે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
તુલાઃ
તુલા રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ જ ઉત્તમ છે. આ સમયે તમારા જીવનમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. આ સમયે તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી કમાણી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આ સમયે નોકરી કરી રહેલાં જાતકોને ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે, જેનાથી પ્રોમોશનના માર્ગ મોકળા બનશે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે બુધ અને સૂર્યની યુતિથી બની રહેલાં બુધાદિત્ય યોગ ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ સાનુકૂળ સાબિત થવાનો છે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે, જે માનસિક શાંતિ આપશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.