Wed Oct 14 2026

Logo

'મિર્ઝાપુર' પછી હવે 'પંચાયત' સિરીઝ પર પણ બનશે ફિલ્મ, 'પ્રધાનજી'એ શું કહ્યું?

2026-09-24 15:28:23
Author: Mumbai Samachar Team
'મિર્ઝાપુર' પછી હવે 'પંચાયત' સિરીઝ પર પણ બનશે ફિલ્મ, 'પ્રધાનજી'એ શું કહ્યું?

મુંબઈઃ ઓટીટીની બ્લોકબસ્ટર સીરિઝ ‘મિર્ઝાપુર’ પર આધારિત ફિલ્મ ‘મિર્ઝાપુર ધ મૂવી’ને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મળી છે ત્યારથી લોકપ્રિય સ્ટ્રીમિંગ શોને મોટા પડદા પર લાવવાની શક્યતાઓને લઈને પણ ચર્ચા વધી છે. ‘પંચાયત’ને લઈને પણ ઘણા લોકોનું માનવું છે કે તેને થિયેટર માટે એડેપ્ટ કરી શકાય છે. 

હળવી હ્યુમર અને ગ્રામીણ ભારતના વાસ્તવિક જીવનની ઝલક રજૂ કરવાની શૈલીને કારણે આ સીરિઝે ચાર સીઝનમાં એક મોટો અને સમર્પિત ફેનબેઝ બનાવ્યો છે. હવે સીરિઝમાં ‘પ્રધાનજી’નું પાત્ર ભજવનાર અભિનેતા રઘુવીર યાદવે જણાવ્યું હતું કે ‘પંચાયત’ પર ફિલ્મ બનશે કે નહીં.

‘પંચાયત’ અંગે ફિલ્મ નિર્માણ અંગે શું કહ્યું?

‘પંચાયત’ના થિયેટરમાં પહોંચવાની શક્યતા અંગે વાત કરતા રઘુવીર યાદવે કહ્યું કે તેઓ આ નિર્ણય સર્જકો પર છોડશે. અભિનેતાએ સ્વીકાર્યું કે તેમણે પોતે પણ આ અંગે વિચાર્યું નથી કે સીરિઝને ફિલ્મમાં રૂપાંતરિત કરવી જોઈએ કે નહીં. રઘુવીર યાદવે કહ્યું, 'મને ખબર નથી, તે રાઈટર પર નિર્ભર કરે છે. જો ફિલ્મ બને છે તો હું તેમાં દખલ નહીં કરું. હું તો એ પણ વિચારી શકતો નથી કે આ ફિલ્મ બનવી જોઈએ કે નહીં. એ તેમની વિચારસરણી છે. જો ફિલ્મ બને છે તો હું તેમાં કામ કરીશ.'

ફિલ્મ બનાવીને સીઝન કેમ બગાડવી?

રઘુવીર યાદવના મતે ‘પંચાયત’ને ફિલ્મના સ્વરૂપમાં રજૂ કરવી તેની વાર્તા કહેવાની શૈલી માટે એક પડકાર બની શકે છે. તેમણે કહ્યું હતું કે શક્ય છે કે લેખકના મનમાં હજુ ઘણા સીઝનની વાર્તાઓ હોય. તેમણે કહ્યું હતું કે 'કદાચ રાઈટરના મનમાં હજુ ઘણી સીઝન હશે. તો પછી ફિલ્મ બનાવીને સિઝન કેમ બગાડશે?'

‘પંચાયત’ની દુનિયા કલાકમાં સમેટવી મુશ્કેલ

રઘુવીર યાદવે એ પણ જણાવ્યું કે ‘પંચાયત’ના વિવિધ પાત્રો અને તેમની અલગ-અલગ કહાનીઓને કારણે સમગ્ર દુનિયાને બે કે ત્રણ કલાકની ફિલ્મમાં સમેટવી સરળ નથી. તેમણે કહ્યું, 'હું ગામડાઓમાં રહ્યો છું અને જાણું છું કે તેને ત્રણ-ચાર કલાકમાં પણ સમેટવું ખૂબ મુશ્કેલ છે. જો તમે શોમાં કોઈનું પણ જીવન જુઓ જેમ કે, બનરાકસ, મંજૂ દેવી, સચિવજી, તો ત્રણ કલાક કંઈ જ નથી.' ‘પંચાયત’ માત્ર મુખ્ય પાત્ર પર આધારિત સીરિઝ નથી. મંજુ દેવી, બનરાકસ, પ્રધાન-પતિ બ્રિજભૂષણ અને સચિવજી જેવા પાત્રોએ પણ સમય જતાં પોતાની અલગ અલગ સ્ટોરી અને સંબંધો વિકસાવ્યા છે.

‘પંચાયત’ની પાંચમી સીઝનની ઇંતઝારી

રઘુવીર યાદવનું આ નિવેદન એવા સમયે બહાર આવ્યું છે કે જ્યારે દર્શકો ‘પંચાયત’ની પાંચમી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સીરિઝ અભિષેક ત્રિપાઠીની સ્ટોરી છે. શહેરમાં ઉછરેલો ગ્રેજ્યુએટ અભિષેક ઉત્તર પ્રદેશના કાલ્પનિક ગામ ફુલેરાની ગ્રામ પંચાયતમાં સચિવ તરીકે કામ કરવા પહોંચે છે. 
ચાર સીઝન દરમિયાન સીરિઝે પોતાના પાત્રો અને કહાનીઓનો વિસ્તાર કર્યો છે, જ્યારે તેની જમીન સાથે જોડાયેલી સરળ શૈલી પણ જાળવી રાખી છે. અહેવાલ મુજબ, પ્રાઇમ વીડિયો ‘પંચાયત’ની પાંચમી સીઝનને ઓક્ટોબર અને નવેમ્બર 2026 દરમિયાન રિલીઝ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.