Thu Nov 19 2026

Logo

પાકિસ્તાનમાં ધરતી ધ્રૂજી! બલૂચિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, લોકોમાં ફફડાટ...

Balochistan   2026-10-17 12:28:15
Author: Vimal Prajapati
પાકિસ્તાનમાં ધરતી ધ્રૂજી! બલૂચિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, લોકોમાં ફફડાટ...

બલૂચિસ્તાનઃ પડોશી દેશ પાકિસ્તાનમાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના અશાંત અને સંવેદનશીલ ગણાતા બલૂચિસ્તાન પ્રાંતમાં ધરતી અચાનક ધ્રૂજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.8 (Magnitude 6.0) માપવામાં આવી છે, જેને એક શક્તિશાળી અને ગંભીર સ્તરનો ભૂકંપ માનવામાં આવે છે. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. 

આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા આંચકા

આ ભૂકંપનું કેન્દ્ર બલૂચિસ્તાનનું ખુજદાર શહેર અને તેની આસપાસનો વિસ્તાર રહ્યો છે. આ ભૂકંપના આંચકા માત્ર ખુજદાર જ નહીં પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. અચાનક આવેલા આ ધરતીકંપના કારણે લોકો ગભરાઈને પોતાના ઘરો, ઓફિસો અને ઇમારતોમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનો કે શેરીઓમાં દોડી આવ્યા હતા. આક્ષણિક આફતથી લોકોમાં ભારે ફફડાટ અને ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ભૂકંપ બાદ સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. સદનસીબે, પ્રારંભિક અહેવાલો અને રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધી કોઈ મોટા જાનમાલના નુકસાન કે જાનહાનિની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે, કેટલાક સ્થળોએ સાધારણ નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે બલૂચિસ્તાનનો આ ભૌગોલિક વિસ્તાર અગાઉથી જ ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે સતર્કતા વધારી દેવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.