Sun Oct 18 2026

Logo

પાકિસ્તાનનો નવો તમાશો! ચેસ ઑલિમ્પિયાડમાં ઇઝરાયલ સાથે રમવાની ના પાડી દીધી!

Samarkand   2026-09-16 20:28:04
Author: Ajay Motiwala
પાકિસ્તાનનો નવો તમાશો! ચેસ ઑલિમ્પિયાડમાં ઇઝરાયલ સાથે રમવાની ના પાડી દીધી!

પ્રતીકાત્મક તસવીર


સમરકંડ (ઉઝબેકિસ્તાન): ભારત સાથેના મુદ્દે હંમેશાં ખેલકૂદ અને રાજકારણ વચ્ચે અંતર રાખવાની મોટી મોટી વાતો કરતા પાકિસ્તાને પોતે જ ઉઝબેકિસ્તાનમાં ફિડે ચેસ ઑલિમ્પિયાડમાં અક્કલનું પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધા હજી તો માંડ શરૂ થઈ ત્યાં પાકિસ્તાને તમાશો શરૂ કરી દીધો છે.

ચેસમાં પણ એક નકવી નાક કપાવી રહ્યો છે

આ 46મા ચેસ ઑલિમ્પિયાડ (Chess Olympiad)માં પાકિસ્તાને પ્રથમ રાઉન્ડમાં ઇઝરાયલ સામે રમવાની ના પાડી દેતાં ઇઝરાયલને 4-0થી વૉકઓવર મળી ગઈ હતી. યોગાનુયોગ, ક્રિકેટની જેમ પાકિસ્તાનની ચેસમાં પણ `નકવીનું રાજ' છે. પાકિસ્તાન ક્રિકેટમાં બેશરમ મોહસિન નકવી ભારતના કિસ્સામાં એક પછી એક બ્લન્ડર કર્યે જાય છે ત્યારે પાકિસ્તાન ચેસ ફેડરેશનના પ્રમુખપદે સૈયદ ઝીશાન નકવી નામનો અધિકારી છે.

ઇઝરાયલ 4-0થી વિજેતા

પાકિસ્તાને ટૂર્નામેન્ટના શેડયૂલ મુજબ નક્કી થયેલી ઇઝરાયલ (Israel) સામેની મૅચ માટે પોતાનો એક પણ ખેલાડી સ્પર્ધાના રૂમમાં નહોતો મોકલ્યો. પરિણામે, ચારેય ચેસ બોર્ડ પર રમત જ ન થતાં ઇઝરાયલને 4-0થી વિજેતા જાહેર કરી દેવામાં આવ્યું હતું.

સ્વાભાવિક છે કે ચેસ ફેડરેશન ઑફ પાકિસ્તાને આવું પગલું ભરવાની સૂચના પાકિસ્તાન સરકાર તરફતી અથવા પાકિસ્તાનના લશ્કરી તંત્રમાંથી મળી હશે. ફેડરેશનના ટોચના અધિકારીએ ઇઝરાયલ સાથેની તેના દેશની નીતિને ધ્યાનમાં રાખીને તેમ જ પૅલેસ્ટીનની પ્રજાને ટેકો આપવાના ઇરાદાથી આ સ્પર્ધામાં ઈઝરાયલનો બહિષ્કાર કરવાનું પગલું ભર્યું હતું.