નવેમ્બર 2026નો મહિનો જ્યોતિષીય ગણતરી મુજબ વ્યાવસાયિક અને આર્થિક જીવનમાં મોટા પાયે સકારાત્મક પરિવર્તનો લાવનારો સાબિત થશે. આ મહિના દરમિયાન બુદ્ધિ, વેપાર અને સંવાદના કારક બુધ, ભૌતિક સુખ, રચનાત્મકતા અને ધનના કારક શુક્ર ની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. સાથે જ આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાના પ્રતીક એવા ગ્રહોના રાજા સૂર્યદેવનું વૃશ્ચિક રાશિમાં મહાગોચર મુખ્ય ભૂમિકા ભજવશે.
આ ઉપરાંત ઊર્જાના પ્રતીક મંગળ અને ભાગ્યના દાતા ગુરુની શુભ સ્થિતિને લીધે કાર્યક્ષેત્રમાં નવી તકો નિર્માણ પામશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, નવેમ્બર મહિનામાં મુખ્યત્વે પાંચ રાશિઓના જાતકોને કરિયરમાં મોટી ઊંચાઈઓ આંબવાની શ્રેષ્ઠ તક મળશે. ચાલો જોઈએ કઈ છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ...
મેષઃ
મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો કામકાજમાં નવી ઊર્જા અને સંભાવનાઓ લઈને આવશે. કાર્યસ્થળ પર તમારી ક્ષમતા અને મહેનતની ભારોભાર પ્રશંસા થશે, તેમજ કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની નવી જવાબદારી તમને સોંપાઈ શકે છે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાની તૈયારી કરી રહ્યા હોવ, તો નવી મનપસંદ ઓફર મળી શકે છે. વેપારીઓને પોતાના બિઝનેસ પ્લાન આગળ ધપાવવા માટે મૂડી અને સહયોગ બંને પ્રાપ્ત થશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકોને પોતાની આગવી પ્રતિભા અને કૌશલ્ય સાબિત કરવાની ઉત્તમ તક મળશે. ઓફિસમાં સિનિયર અધિકારીઓ સાથે તાલમેલ સુધરશે અને લીડરશિપ ક્વોલિટી સામે આવશે. જે લોકો પ્રમોશન કે હોદ્દાના વધારાની રાહ જોઈ રહ્યા છે, તેમણે પોતાના કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આ મહિને તેમને ઇચ્છિત પરિણામ મળવાના પ્રબળ સંકેત છે.
વૃશ્ચિકઃ
સૂર્યના ગોચરને કારણે વૃશ્ચિક રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો કરિયરમાં મોટો વળાંક સાબિત થઈ શકે છે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને સારા ઈન્ટરવ્યુ કોલ્સ અથવા મલ્ટીનેશનલ કંપની તરફથી ઉત્તમ ઓફર લેટર મળવાના સારા સમાચાર મળી શકે છે. વર્તમાન જોબમાં પણ તમારી સાચી યોગ્યતા સાબિત કરવાનો મોકો મળશે, જેનાથી પ્રતિષ્ઠામાં વધારો થશે.
મકરઃ
શનિના આધિપત્યવાળી મકર રાશિના લોકોને તેમની અગાઉની તનતોડ મહેનતનું મીઠું ફળ મળવાની પૂરી આશા છે. ઓફિસમાં તમારી કાર્યક્ષમતા અને જવાબદારી નિભાવવાની ક્ષમતાની ખુલ્લેઆમ પ્રશંસા થશે. નોકરિયાત વર્ગ ભવિષ્યની લાંબા ગાળાની પ્રગતિ માટે સચોટ રણનીતિ ઘડી શકશે, જે આર્થિક સ્થિરતા લાવશે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે પ્રોફેશનલ ક્ષેત્રે પ્રગતિના નવા દરવાજા ખુલવાના યોગ બની રહ્યા છે. જો તમે કરિયરમાં સ્વિચ કે ફિલ્ડ બદલવાનું વિચારી રહ્યા હોવ, તો તમારી લાયકાત અને અનુભવ મુજબની ઉત્તમ તકો સામે ચાલીને આવશે. સામાજિક સંપર્કો થકી પણ કરિયરમાં સારો એવો લાભ મળી શકે છે.