નવી દિલ્હીઃ NEET PG 2026 કાઉન્સેલિંગમાં એડમિશન લેવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સીસએ ફી ભરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ આગામી કાઉન્સેલિંગ રાઉન્ડમાં ઉમેદવારોએ પરિણામ જાહેર થાય ત્યાં સુધી પ્રથમ વર્ગની કોર્સ ફી ભરવાની જરૂર રહેશે નહીં.
આ ફેરફારથી એવા ઉમેદવારોને રાહત મળશે જેઓ હાલ ફાળવવામાં આવેલી સીટ કરતાં વધુ પસંદગીની સીટ મેળવવા અને આગામી રાઉન્ડમાં ભાગ લેવા માંગે છે. જો કે, હાલની સીટ પર જ એડમિશન લેવાનો નિર્ણય કરનાર ઉમેદવારોએ સંબંધિત સંસ્થામાં પહેલા વર્ષની ફી જમા કરાવવી પડશે.
નવા ફ્રીઝ અને ફ્લોટ વિકલ્પમાં શું છે તફાવત?
NEET PG કાઉન્સેલિંગમાં ઉમેદવારોને સીટ સ્વીકારવા માટે ‘ફ્રીઝ’ અને સીટ અપગ્રેડ કરવા માટે ફ્લોટ વિકલ્પ આપવામાં આવશે. ફ્રીઝ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારે ફાળવવામાં આવેલી સીટ પર એડમિશન લઈને ફી ભરવાની રહેશે, જ્યારે ફ્લોટ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારને સીટ અપગ્રેડેશનનું પરિણામ આવે ત્યાં સુધી પહેલા વર્ષની ફી ભરવામાંથી રાહત મળશે.
જો સીટ અપગ્રેડ થાય તો ઉમેદવારે નવી સંસ્થામાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કારવાની રહેશે. જોઈ સીટ અપગ્રેડ ણ થાય તો અગાઉ ફાળવવામાં આવેલી સીટ પર નિર્ધારિત સામે મર્યાદામાં રિપોર્ટિંગ કરવાનું રહેશે.
NEET PG 2026 કાઉન્સેલિંગનું નવું સમયપત્રક
MCCના અનુસાર કાઉન્સેલિંગના પ્રથમ રાઉન્ડમાં સીટ મેળવનારા ઉમેદવારો માટે રિપોર્ટિંગની પ્રક્રિયા 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2026 સુધી રહેશે. બીજા રાઉન્ડનું પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે અને રિપોર્ટિંગ 16થી 23 નવેમ્બર, 2026 સુધી કરી શકાશે. ત્રીજા રાઉન્ડનું પરિણામ 4 ડિસેમ્બર,2026એ આવશે, જ્યારે રિપોર્ટિંગ 5 થી 12 ડિસેમ્બર,2026 સુધીનું રહેશે.
ઓનલાઈન સ્ટ્રે વેકેન્સી રાઉન્ડનું પરિણામ 24 ડિસેમ્બર, 2026એ જાહેર થવાનું છે અને આ રાઉન્ડ માટે રિપોર્ટિંગ 24 થી 32 ડિસેમ્બર 2026 સુધી રહેશે.
NBEMSએ સ્પષ્ટ કર્યું કે ફી ભરવાના નિયમોમાં ફેરફાર થયો હોવા છતાં એડમિશન અને રિપોર્ટિંગની સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી ઉમેદવારોએ કાઉન્સેલિંગના સમયપત્રક અને પ્રવેશ સંબંધિત સૂચનાઓ પર ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું હતું.