Mon Nov 16 2026

Logo

ઑનલાઈન શૅર ટ્રેડિંગમાં 1.98 કરોડ રૂપિયા પડાવ્યા: નવસારીના યુવાન વિરુદ્ધ ગુનો...

2026-10-27 21:12:33
Author: Yogesh C. Patel
ઑનલાઈન શૅર ટ્રેડિંગમાં 1.98 કરોડ રૂપિયા પડાવ્યા: નવસારીના યુવાન વિરુદ્ધ ગુનો...

પ્રતીકાત્મક તસવીર


થાણે: ઑનલાઈન શૅર ટ્રેડિંગમાં 20 ટકા વળતરની લાલચ બતાવી ક્ધસલ્ટિંગનું કામકાજ કરતા થાણેના રહેવાસી પાસેથી 1.98 કરોડ રૂપિયા કથિત રીતે પડાવવા બદલ પોલીસે ગુજરાતના નવસારી ખાતે રહેતા યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.થાણેમાં રહેતા 51 વર્ષના ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદને આધારે કાસારવડવલી પોલીસે શનિવારે રૂપલ દિનેશભાઈ કંજારા (37) સામે એફઆઈઆર નોંધ્યો હતો. કંજારા નવસારીમાં છાપરા રોડ પરની શૈલેષ પાર્ક સોસાયટીમાં રહેતો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

કંજારાએ પોતાની ઓળખ એક કંપનીના સબ-બ્રોકર તરીકે આપી હતી. આકર્ષક વળતરની લાલચે ફરિયાદીને શૅર ટ્રેડિંગ એકાઉન્ટ્સ ખોલાવવા લલચાવ્યો હતો. શરૂઆતમાં સારું વળતર આપી ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કરવામાં આવ્યો હતો.ફરિયાદ અનુસાર આરોપીએ 20 ટકા વળતરની ખાતરી આપી હતી, જેને પગલે ફરિયાદીએ પત્ની, સગા અને પોતાને નામે શૅર ખરીદવા નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં. આ માટે આરોપી સાથે તેમણે ઓટીપી પણ શૅર કર્યા હતા.

પહેલી સપ્ટેમ્બર, 2023થી 26 એપ્રિલ, 2026 દરમિયાન આરોપીએ શૅર્સ ખરીદવાને બદલે નાણાંની કથિત ઉચાપત કરી હતી. એ નાણાં અન્યત્ર રોકવામાં આવ્યાં હોવાનું જણાયું હતું.છેતરવામાં આવ્યા હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ કેસમાં મંગળવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી. આ પ્રકરણે પોલીસ તપાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)