Tue Nov 10 2026

Logo

મહિલા બિઝનેસ પાર્ટનરને બ્લેકમેઇલ કરી 38 લાખ રૂપિયા વસૂલ્યા: જિમના માલિક પકડાયો

2026-10-22 19:10:54
Author: Yogesh D. Patel
મહિલા બિઝનેસ પાર્ટનરને બ્લેકમેઇલ કરી 38 લાખ રૂપિયા વસૂલ્યા: જિમના માલિક પકડાયો

થાણે: મહિલા બિઝનેસ પાર્ટનરને બ્લેકમેઇલ કરીને તેનો વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને 38 લાખ રૂપિયા વસૂલવા બદલ પોલીસે નવી મુંબઈના જિમના માલિકની ધરપકડ કરી હતી.
આરોપી વિવેક પાટીલ અને પીડિતા 2021થી એકબીજાને ઓળખતા હોઇ તેઓ ઘણસોલી ખાતે વ્યવસાયમાં ભાગીદાર હતાં.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વ્યાવસાયિક અને અંગત પરિચયનો લાભ ઉઠાવી આરોપીએ પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ગુપ્ત રીતે અંગત ક્ષણોનો વીડિયો ઉતાર્યો હતો. ત્યાર બાદ આરોપીએ એ વીડિયોને આધારે પીડિતાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને તેની પાસેથી 38 લાખ રૂપિયા વસૂલ્યા હતા. 

રૂપિયાની માગણી અને માનસિક ત્રાસથી કંટાળીને પીડિતાએ મંગળવારે રબાળે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરીને બુધવારે આરોપીને તાબામાં લીધો હતો. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.