ક્રાઇસ્ટચર્ચઃ નમન ધીર (42 અણનમ, 15 બૉલ, 31 મિનિટ, બે છગ્ગા, પાંચ ચોગ્ગા)ના રૂપમાં ભારતને મૅચ-ફિનિશર મળી ગયો કે રવીન્દ્ર જાડેજાનો વિકલ્પ મળી ગયો એ તો થોડા મહિનામાં ખબર પડી જશે, પરંતુ ગુરુવારે તેણે ન્યૂ ઝીલૅન્ડની ધરતી પરના કઠિન પ્રવાસમાં પહેલી જ મૅચ જિતાડી આપીને પોતાની ક્ષમતાનો પુરાવો આપી દીધો છે. એટલું જ નહીં, તેણે ટી-20 મૅચમાં સાતમા કે એનાથી નીચેના ક્રમે બૅટિંગ કરીને સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો ઇરફાન પઠાણનો 17 વર્ષ જૂનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો.
ઇરફાન પઠાણ (Irfan Pathan)એ 2009માં શ્રીલંકા સામે જે 33 રન બનાવ્યા હતા એ વિક્રમને નમન ધીરે ગુરુવારે કિવીઓ સામેની મૅચમાં તોડી નાખ્યો હતો. આઇપીએલમાં નમન ધીર (Naman Dhir) મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યો છે.
EVERYONE WAS TENSE, BUT NAMAN DHIR KEPT HIS COOL SANJU, ABHISHEK & VAIBHAV WITNESSED THE FINISH! 🚨 Sanju Samson, Abhishek Sharma, Axar Patel & Vaibhav Suryavanshi looked tense in the dressing room when India needed 9 runs off 7 balls. But Naman Dhir kept his cool, finished the chase with a six and helped India pull off the highest successful run chase in T20 history! What a finish by Naman Dhir! 🥶
— Central Cricket (@arshdeep3444) October 22, 2026
નમન ધીર પર કૅપ્ટન શ્રેયસ ઐયર અને હેડ-કોચ ગૌતમ ગંભીર ખૂબ ભરોસો મૂકે છે. ખાસ કરીને નમન બૅટિંગ દરમ્યાન જે માનસિકતા સાથે રમતો હોય છે એનાથી તેઓ પ્રભાવિત થયા છે. તેણે 16મી અને 20મી ઓવર વચ્ચે જોરદાર ફટકાબાજી કરી હતી. તેણે ટી-20 ફૉર્મેટમાં 16થી 20મી ઓવરની વચ્ચે 167 બૉલમાં 341 રન ઝૂડી કાઢ્યા છે અને એ કાબેલિયતની ઝલક તેણે ગુરુવારે ક્રાઇસ્ટચર્ચમાં આપી દીધી હતી.
Naman Dhir 42(15) Ball by Ball..🏏🏏🏏 https://t.co/J1p4MW2BBW
— Unfiltered Era (@UnfilterdEra) October 22, 2026
નમન ધીર ટી-20 ફૉર્મેટમાં 10 વખત આઉટ થયો છે, પણ તેણે કુલ 19 છગ્ગા અને 34 ચોગ્ગા ફટકાર્યા છે જે તેની આક્રમક બૅટિંગના પુરાવા છે. 16-20 ઓવર વચ્ચે નમનનો સ્ટ્રાઇક-રેટ 204.00નો છે.
નમન ધીર ગુરુવાર પહેલાં ભારત વતી ટી-20 અને વન-ડે સહિત જે કુલ આઠ મૅચ રમ્યો હતો એમાં તેણે છ વિકેટ તો લીધી હતી, પરંતુ રન માત્ર 68 રન બનાવ્યા હતા. જોકે ગુરુવારની એક જ ઇનિંગ્સમાં તેણે 42 રન બનાવીને કેટલાક શાનદાર શૉટ ફટકારીને પોતાના બૅટિંગ કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
Naman Dhir saw the six-hitting party and decided to take it to another level. 💥 42 off 15 balls. Pure intent, zero fear, maximum impact. Now THAT is how you change a game 🇮🇳 #INDvsNZ https://t.co/7rGth3rFxq
— KR!SH (@Krish_RC_) October 22, 2026