Mon Nov 16 2026

Logo

છૂટી પાડતી વખતે ક્રેન તૂટી પડી: બે કામગારનાં મોત...

2026-10-30 19:23:48
Author: Yogesh C. Patel
છૂટી પાડતી વખતે ક્રેન તૂટી પડી: બે કામગારનાં મોત...

પ્રતીકાત્મક તસવીર


નાગપુર: કન્સ્ટ્રકશન સાઈટ ખાતે ક્રેન છૂટી પાડવાના કામ દરમિયાન એકાએક ક્રેન તૂટી પડતાં બે કામગારનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હતા.નાગપુરના ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર રાહુલ મદનેએ જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની સવારે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકોની ઓળખ ભંડારા જિલ્લાના વતની વિશ્ર્વનાથ કાથણે અને ઉત્તર પ્રદેશના મૂકેશ નિશાદ તરીકે થઈ હતી. આ ઘટનામાં ઝારખંડના બે કામગાર જખમી થતાં સારવાર માટે તેમને ઑરિયન હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના મેકેનિકલ ખામીને કારણે બની છે કે માનવી ભૂલને લીધે તેની તપાસ કરાઈ રહી છે. એ સિવાય કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ દ્વારા ડિસમેન્ટલ વર્ક દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કર્યું હતું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.ઘટનાસ્થળે સીસીટીવી કૅમેરા ન હોવાથી ક્રેન કયા સંજોગોમાં તૂટી પડી તેની તપાસ કરવામાં આવી રહી છે.

તપાસના ભાગ રૂપે કામકાજનું સુપરવાઈઝિંગ કરનારા સરકારી એન્જિનિયર્સ, મ્હાડાના એન્જિનિયર્સ અને ક્ધસ્ટ્રક્શન કંપનીના કર્મચારીઓનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં, એવું મદનેએ જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના પ્રોજેક્ટના બાંધકામના સ્થળે આ ઘટના બની હતી. (પીટીઆઈ)