Thu Sep 17 2026

Logo

મુંબ્રા ખાડી નજીક ટ્રેનમાંથી પડી જવાથી યુવકનું મૃત્યુ

2026-08-11 19:41:09
Author: Yogesh D. Patel
મુંબ્રા ખાડી નજીક ટ્રેનમાંથી પડી જવાથી યુવકનું મૃત્યુ

થાણે: થાણે જિલ્લામાં મુંબ્રા ખાડી નજીક ટ્રેનમાંથી પડી જવાથી 27 વર્ષના યુવકનું મૃત્યુ થયું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મંગળવારે સવારે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ સાઇરાજ બેણારે તરીકે થઇ હોઇ તે ઉલ્હાસનગરમાં સ્કૂલ નજીક રહેતો હતો.

સાઇરાજ બેણારે મંગળવારે સવારે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે મુંબ્રા રેલવે બ્રિજ નજીક તે ટ્રેનમાંથી પડી ગયો હતો અને લોખંડના સળિયા સાથે ફસાઇ ગયો હતો. 

બનાવની જાણ થતાં રેલવે પોલીસ અને અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તેમણે સાઇરાજના મૃતદેહને ખાડીમાંથી શોધી કાઢ્યો હતો અને તેને બાદમાં મુંબ્રા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. મુંબ્રા પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી વધુ તપાસ આદરી હતી.