Sat Oct 17 2026

Logo

ખાંડમાં વધુ રૂ. 94થી 220ની પીછેહઠ

2026-09-11 19:44:00
Author: Ramesh Gohil
ખાંડમાં વધુ રૂ. 94થી 220ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 
નવી મુંબઈઃ મથકો પર વર્તમાન સપ્ટેમ્બર મહિનાના પહેલા પખવાડિયાના મુક્ત વેચાણ માટે સરકારે જાહેર કરેલા 13 લાખ ટનના ક્વૉટા પૈકીના માલોની વેચવાલીનું દબાણ રહેતાં ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશની ખાંડ મિલો પર એક્સ મિલ ધોરણે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે એકંદરે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગ ઉપરાંત રિટેલ સ્તરની લેવાલી પણ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ હાજરમાં ખાંડના ભાવમાં વધુ ક્વિન્ટલે રૂ. 94થી 220નો ઘટાડો આવ્યો હતો, જ્યારે નાકા ડિલિવરી ધોરણે ભાવ ક્વિન્ટલે રૂ. 210થી 250 ઘટી આવ્યા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ પણ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ ભાવમાં પીછેહઠ જળવાઈ રહેતાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 220 અને ઉપલા મથાળેથી રૂ. 172 ઘટીને રૂ. 4730થી 4900ના મથાળે અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 198 અને ઉપલા મથાળેથી રૂ. 94ના ઘટાડા સાથે રૂ. 4852થી 5152 ગુણવત્તાનુસાર ધોરણે રહ્યા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 250 અને ઉપલા મથાળેથી રૂ. 210ના ઘટાડા સાથે રૂ. 4500થી 4600માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 250 અને ઉપલા મથાળેથી રૂ. 230ના ઘટાડા સાથે રૂ. 4600થી 4700માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.