મુંબઈઃ અનંત ચતુર્દશીના પાવન દિવસે ગણપતિ વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી, દાદર, જુહુ, મરીન ડ્રાઈવ અને નરીમન પોઈન્ટ સહિતના દરિયાકિનારે લાખોની સંખ્યામાં ગણેશભક્તો ઉમટી પડે છે. વિસર્જન બાદ મોડી રાત્રે ઘરે પરત ફરતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર 25મી અને 26મી સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ વધારાની સ્પેશિયલ લોકલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ગિરગાંવ ચોપાટી નજીક પ્રવાસીઓની ભારે ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચર્ની રોડ સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ અંગે મહત્વના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલવે દ્વારા 25મી અને 26મી સપ્ટેમ્બરની મધરાતે કુલ 12 સ્પેશિયલ સ્લો લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. જેમાં 6 ટ્રેન ચર્ચગેટથી વિરાર અને 6 ટ્રેન વિરારથી ચર્ચગેટ વચ્ચે દોડાવવામાં આવશે. ચર્ચગેટથી વિરાર માટે અપ લોકલ ટ્રેનનીમોડી રાતે 1.15 કલાકે, 1.45 કલાકે, 2.15 કલાકે, 2.55 કલાકે, 3.15 કલાકે, 3.45 કલાકે લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. વાત કરીએ વિરારથી ચર્ચગેટથી ડાઉન લાઈનની તો રાતે 12.15 કલાકે, 12.30 કલાકે, 1.10 કલાકે, 1.30 કલાકે, 2.00 કલાકે અને 3 કલાકે લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે.
ચર્ની રોડ સ્ટેશન પર 84 લોકલ નહીં રોકાય:
ગિરગાંવ ચોપાટી પર થતી ભીડને નિયંત્રિત કરવા માટે 25 સપ્ટેમ્બરે સાંજે 6થી રાત્રે 11.30 વાગ્યા સુધી ચર્ચગેટ તરફ જતી 84 અપ સ્લો લોકલ ચર્ની રોડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પર ઊભી રહેશે નહીં.
મધ્ય રેલવે પર સીએસએમટીથી થાણે-કલ્યાણ સ્પેશિયલ સર્વિસ:
મધ્ય રેલવે દ્વારા મધરાતે ખાસ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે તમામ સ્ટેશનો પર ઊભી રહેશે-
સીએસએમટીથી કલ્યાણ/થાણે (ડાઉન ટ્રેન):
સીએસએમટીથી કલ્યાણ: પરોઢિયે 1.40 કલાકે સીએસએમટીથી રવાના થશે અને વહેલી સવારે 3.10 કલાકે કલ્યાણ પહોંચશે.
સીએસએમટીથી થાણે: પરોઢિયે 2.30 વાગ્યે સીએસએમટીથી રવાના થશે અને થાણે 3.30 પહોંડશે.
સીએસએમટીથી કલ્યાણ: પરોઢિયે સીએસએમટીથી વહેલી સવાર 3.24 વાગ્યે ઊપડશે અને સવારે 5 કલાકે રવાના થશે.
કલ્યાણ-થાણે-સીએસએમટી (અપ ટ્રેન):
કલ્યાણથી સીએસએમટી: મધરાતે 12.05 કલ્યાણથી રવાના થશે અને રાતે 1.30 વાગ્યે સીએસએમટી પહોંચશે.
થાણેથી સીએસએમટીઃ મોડી રાતે એક વાગ્યે થાણેથી રવાના થશે અને રાતે 2 વાગ્યે સીએસએમટી પહોંચશે.
થાણેથી સીએસએમટી: મોડી રાતે 2 વાગ્યે થાણેથી રવાના થશે અને સીએસએમટી રાતે 3 વાગ્યે સુધી પહોંચશે.
હાર્બર લાઈન પર સીએસએમટથી મોડી રાતે 1.30 કલાકે રવાના થશે અને પનવેલ 2.45 કલાકે પહોંચશે, જ્યારે બીજી ડાઉન લોકલ પનવેલથી 2.35ના રવાના થશે
CSMT થી પનવેલ વચ્ચે વધારાની લોકલ:
CSMT થી પનવેલ (ડાઉન ટ્રેનો): પરોઢિયે ૧:૩૦ (પનવેલ ૨:૪૫) અને ૨:૩૫ વાગ્યે (પનવેલ ૪:૦૫).
પનવેલથી સીએસએમટી (અપ લોકલ): મોડી રાતે 1 વાગ્યે પનવેલથી રવાના થશે અને 2.10 કલાકે સીએમસએમટી પહોંચશે. જ્યારે બીજી ટ્રેન પનવેલથી 1.45 કલાકે રવાના થશે અને મોડી રાતે 3.05 કલાકે સીએસએમટી સ્ટેશન પહોંચશે.
ગિરગાંવ ચોપાટીથી સેન્ટ્રલ કે હાર્બર લાઈન પકડવા માટેના વિકલ્પો:
સીએસએમટી: ચોપાટીથી ટેક્સી કે બસ દ્વારા સીધા સીએસએમટી પહોંચી શકાય છે, જ્યાંથી સેન્ટ્રલ અને હાર્બર લાઈનની તમામ મિડનાઈટ સ્પેશિયલ ટ્રેનો મળશે.
દાદર: પશ્ચિમ રેલવે મારફતે આવીને દાદર સ્ટેશનેથી સેન્ટ્રલ લાઈનની ટ્રેનો બદલી શકાય છે.
વડાલા / કુર્લા: નવી મુંબઈ કે થાણે/કલ્યાણ તરફ આગળ વધવા માટે આ મુખ્ય જંક્શન સ્ટેશનો સાનુકૂળ રહેશે.