Sat Oct 10 2026

Logo

એમનેસ્ટી સ્કીમ હેઠળ ઓસી નહીં લેનારી બિલ્ડિંગ માટે એસઓપી જાહેર

2026-09-10 10:08:25
Author: Sapna Desai
એમનેસ્ટી સ્કીમ હેઠળ ઓસી નહીં લેનારી બિલ્ડિંગ માટે એસઓપી જાહેર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના સામાન્ય સભાગૃહ દ્વારા એમનેસ્ટી સ્કીમ હેઠળ ઑક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) જારી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપ્યાના પખવાડિયા પછી પાલિકા પ્રશાસને ૧૭ નવેમ્બર, ૨૦૧૬ પહેલા કબજે કરાયેલી પરંતુ ફરજિયાત ઓસી નહીં મેળવનાર કેટલીક ઇમારતો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) રજૂ કરી છે.

પાલિકા પ્રશાસને મંગળવારે ગાઈડલાઈન જાહેર કરી હતી, જેમાં સમગ્ર મુંબઈમાં તેના બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગના અધિકારીઓને યોજના હેઠળ અરજીઓની પ્રક્રિયા કરતી વખતે એસઓપીનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ યોજના હેઠળ ૧૭ નવેમ્બર, ૨૦૧૬ પહેલા કબજે કરાયેલી અને વ્યક્તિગત એકમોનો કાર્પેટ એરિયા ૮૦ ચોરસ મીટર સુધીનો હોય તેવા રહેણાંક, હૉસ્પિટલ અને શાળાની ઇમારતોને આવરી લેવામાં આવશે.

હાલના પાલિકાના નિયમો અનુસાર ઇમારતોને ઈન્ટીમેશન ઓફ ડિસએપ્રુવલ (આઈઓડી), મંજૂર યોજનાઓ અને વિકાસ/બાંધકામ પરવાનગી આપવામાં આવી હોવી જોઈએ, પરંતુ ઓસી પ્રાપ્ત થઈ ન હોવી જોઈએ.
બોકસ
કોણ અરજી કરી શકે છે?

મંજૂર કરાયેલી ગાઈડલાઈન  હેઠળ એમનેસ્ટી સ્કીમ ૧૭ નવેમ્બર, ૨૦૧૬ પહેલાં કબજે કરાયેલાં રહેણાંક, હૉસ્પિટલ અને શાળાનાં મકાનો પર લાગુ થશે. એક મુખ્ય શરત એ છે કે આ ઇમારતોમાં વ્યક્તિગત એકમોનો કાર્પેટ વિસ્તાર ૮૦ ચોરસ મીટરથી વધુ ન હોવો જોઈએ. તે સમયે પ્રવર્તમાન નિયમો અનુસાર આ ઇમારતોને આઈઓડી, મંજૂર યોજના અને વિકાસ/બાંધકામ પરવાનગી પણ આપવામાં આવી હોવી જોઈએ. જોકે જે ઇમારતોને પહેલાથી જ ઓક્યુપેશન સર્ટિફિકેટ મળી ગયું છે તે આ યોજના હેઠળ આવશે નહીં. એસઓપી સ્પષ્ટ કરે છે કે ફક્ત ઇમારતનો કબજો અથવા કબજો માફી માટે લાયક બનવા માટે પૂરતો રહેશે નહીં. અરજદારોએ પહેલા સ્થાપિત કરવું પડશે કે ઇમારત પાસે જરૂરી કાયદાકીય મંજૂરીઓ છે.
બોકસ
માન્ય આઈઓડી, પ્લાન અને સીસી ફરજિયાત

યોગ્યતા ચકાસણીના ભાગ રૂપે પાલિકાએ શરત મૂકી છે કે યોજના હેઠળ ઓસી મેળવવા માંગતી દરેક ઇમારત પાસે માન્ય આઈઓડી, અપ્રુવ પ્લાન અને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (સીસી) હોવું આવશ્યક છે. આ આવશ્યકતાનો સમાવેશ ઇમારતની અધિકૃતતા સ્થાપિત કરવા અને ખાતરી કરવા માટે કરવામાં આવ્યો છે કે મૂળભૂત ડેવલપમેન્ટ અને ક્ધસ્ટ્રકશનની પરવાનગીઓ વિના બાંધવામાં આવેલા માળખાને ઓસી આપવા માટે માફી એક પદ્ધતિ ન બને. બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગ યોજના હેઠળ અરજી પર પ્રક્રિયા કરતા પહેલા સંબંધિત પરવાનગીઓ અને મંજૂર યોજનાઓની તપાસ કરશે.

બોકસ
આ યોજના ૨૦૨૨થી અટવાઈ પડી હતી
ઓસી એમનેસ્ટી સ્કીમ  ઘણાં વર્ષોથી અટવાઈ પડી હતી. પાલિકાએ ડિસેમ્બર ૨૦૨૨ માં રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો અને ઓસી મેળવ્યા વિના કબજે કરાયેલી ઇમારતો માટે માફી યોજના માટે મંજૂરી માગી હતી. મહારાષ્ટ્ર સરકારના અર્બન ડેવલપેન્ટ વિભાગે ત્યારબાદ ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ લખેલા પત્ર દ્વારા પાલિકાને આ યોજના લાગુ કરવાનો નિર્દેશ આપ્યો ત્યારબાદ પ્રશાસને  રાજ્ય સરકાર દ્વારા નિર્દેશિત ફેરફારોને પ્રસ્તાવિત યોજનામાં સામેલ કર્યા હતા. સુધારેલા પ્રસ્તાવને આઠ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સામાન્ય સભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હવે જારી કરાયેલ  ગાઈડલાઈન સાથે પાલિકા પૉલિસીને મંજૂર કરાવીને તેને અમલમાં મૂકી રહી છે.
બોકસ
એસઓપીનો સખ્તાઈપૂર્વક પાલનનો કરવાનો નિર્દેશ
પાલિકા પ્રશાસને તમામ ઝોનલ ડેપ્યુટી ચીફ ચીફ એન્જિનિયર્સ (બિલ્ડિંગ પ્રપોઝલ) - જેમાં શહેર, પશ્ર્ચિમ ઉપનગર, પૂર્વીય ઉપનગર અને સ્પેશિયલ સેલનું સંચાલન કરતા લોકોને તેમના અધિકારક્ષેત્ર હેઠળના આ પૉલિસનું પાલન કરવાની સૂચના  આપી છે. આ યોજના હેઠળ ઓસી  આપતી વખતે મંજૂર માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ર્ચિત કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પગલું એવી ઇમારતો માટે મહત્ત્વપૂર્ણ છે જે વર્ષોથી ઓસી વગર રહી છે, છતાં મુખ્ય બાંધકામ પરવાનગીઓ મેળવી છે. એસઓપી હવે બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગને આવી અરજીઓની ચકાસણી કરવા અને ખાસ યોજના હેઠળ ઓસી માટે લાયક છે કે નહીં તે નક્કી કરવા માટે એક વ્યાખ્યાયિત માળખું પૂરું પાડે છે.