હૈદરાબાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેલંગાણા વિધાનસભા પરિસરમાં મંગળવારે (08 સપ્ટેમ્બર) ઊર્જા વિભાગના મુખ્ય સચિવ નવીન મિત્તલના PS રાજૂને અચાનક હાર્ટ એટેક આવ્યો જેનાથી તે ત્યાં જ પડી ગયા. સ્થળ પર હાજર પશુપાલન મંત્રી વાકિતિક શ્રીહરીએ તરત તેમને CPR આપવાનું શરુ કર્યું પરંતુ કમનસીબે તેમનો જીવ ન બચાવી શકાયો.
હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે હોલમાં રાજુ સૂઈ રહ્યા છે અને પશુપાલન મંત્રી ઘૂંટણ પર બેસીને તેમને સીપીઆર આપી રહ્યા છે. આસપાસ અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉભા છે.
મેડિકલ સ્ટાફને બોલાવતા દેખાયા કેટલાક લોકો
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં હાજર કેટલાક લોકો રાજુનો હાથ અને માથું પકડી રહ્યા છે. વળી, કેટલાક મેડિકલ સ્ટાફને બોલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા સમય પછી ત્યાં તબીબો પણ પહોંચી ગયા. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. હોસ્પિટલમાં તબીબોએ જણાવ્યું કે રાજુનું મૃત્યુ અહીં પહોંચતા પહેલા જ થઈ ગયું હતું, તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો
નવીન મિત્તલે શોક વ્યક્ત કર્યો
નવીન મિત્તલના PSના અચાનક મોતથી રાજકીય અને વહીવટી જગતમાં શોકની લહેર છે. નવીન મિત્તલે પણ રાજૂના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો મંત્રી શ્રીહરીના ખુબ વખાણ કરી રહ્યા છે. તેમણે બિલકુલ સમય ગુમાવ્યા વિના રાજૂનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો.
મહત્વનુ છે કે શ્રીહરી મક્થલ વિધાનસભાક ક્ષેત્રના ધારાસભ્ય છે અને રેવંત રેડ્ડી સરકારમાં પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્ય પાલન તથા રમતગમત અને યુવા સેવા વિભાગની જવાબદારી સંભાળે છે. મહત્વનું છે કે આખી ઘટના વિધાનસભા પરિસરની અંદર થઇ.