વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ ગ્રહની ચાલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સાહસી અને ઉગ્ર પ્રકૃતિ ધરાવતા મંગળ દેવ જ્યારે પણ પોતાની ચાલ કે નક્ષત્ર બદલે છે, ત્યારે તેની લાંબા ગાળા સુધી વ્યાપક અસરો જોવા મળે છે. હાલમાં ગુરુના સ્વામિત્વ ધરાવતા પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરી રહેલા મંગળ દેવ આજથી સાત દિવસ બાદ એટલે કે 24મી સપ્ટેમ્બરથી શનિના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે.
જાણીતા જ્યોતિષી પંડિત મહેશ જોષીયારાના જણાવ્યા અનુસાર, પુષ્ય નક્ષત્રમાં મંગળનું આ ગોચર પૂરા 24 દિવસ સુધી ચાલશે. શનિના નક્ષત્રમાં સેનાપતિ મંગળનું આ પરિભ્રમણ ચાર ભાગ્યશાળી રાશિઓ માટે આર્થિક પ્રગતિ અને સફળતાના સુવર્ણ દ્વાર ખોલશે. ચાલો જોઈએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ...
મેષ રાશિ (Aries):
શનિના નક્ષત્રમાં મંગળના પ્રવેશ સાથે જ મેષ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલાં કાર્યોને નવી ગતિ મળશે. જે બાબતોને લઈને અગાઉ હતાશા આવી ગઈ હતી તે કામો હવે સરળતાથી પૂરા થશે. મનમાં રહેલી મૂંઝવણો દૂર થઈ સ્પષ્ટતા (Clarity) મળશે. ઘરમાં આનંદનો માહોલ રહેશે અને માનસિક તણાવમાંથી કાયમી મુક્તિ મળશે.
સિંહ:
૨૪ સપ્ટેમ્બરથી સિંહ રાશિના જાતકોની મુશ્કેલીઓનો અંત આવશે. પ્રોફેશનલ લાઈફમાં મોટો સકારાત્મક બદલાવ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં સિનિયર્સનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારા કામની પ્રશંસા થશે. વેપારમાં મોટો આર્થિક નફો થશે અને પ્રોપર્ટી (જમીન-મકાન) સાથે જોડાયેલા નિર્ણયો તમારી તરફેણમાં આવતાં આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનશે.
ધન:
આ નક્ષત્ર પરિવર્તનથી ધનુ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. નોકરી કરતા લોકોને મોટો અને મહત્વનો નવો પ્રોજેક્ટ મળી શકે છે, જે કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. વેપાર જગતના પ્રભાવશાળી લોકો સાથે નવા સંપર્કો બનશે જે મોટો આર્થિક લાભ કરાવશે. આ સમયગાળામાં લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં ભારે ફળદાયી નીવડશે.
મકર:
મકર રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનની શરૂઆત થશે. પુષ્ય નક્ષત્રમાં મંગળ આવતાં જ પ્રગતિની નવી તકો મળશે. કામકાજમાં આવતી તમામ અડચણો દૂર થશે. વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકોને શુભ સમાચાર મળશે. નવી નફાકારક ડીલ ફાઈનલ થવાથી આવકમાં ધરખમ વધારો થશે અને જૂના વ્યવસાયમાંથી પણ અણધાર્યો લાભ મળશે.