નવી દિલ્હીઃ અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ટિપ્પણી પછી રાહુલ ગાંધીએ સરકારની આકરી ટીકા કરી હતી હવે અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયો ભારત આવી રહ્યા છે ત્યારે તેના અંગે પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ભારત આવી રહ્યા છે. એમના મુંબઈ, ગુજરાતના જામનગર પ્રવાસ અંગે સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. આ માહોલ વચ્ચે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કર્યો છે કે મિસ્ટર રુબિયોએ પોતાના કર્મચારીઓને મુંબઈ બોલાવ્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ પર લખીને જણાવ્યું હતું કે, મિસ્ટર રૂબિયોએ પોતાના કર્મચારીઓને મુંબઈમાં બોલાવ્યા છે. મોદીજી વિદેશ મંત્રાલયમાં તમારા અધિકારી એ વાતને લઈને મૂંઝવણ અનુભવી રહ્યા છે કે ખરેખર આ શું ચાલી રહ્યું છે?
વિપક્ષના સરકાર પર આકરા સવાલ
આ વિષય પર કદાચ તમને જ એમને સમજાવી શકો અથવા તમે ઈચ્છો છો આ વિષય પર હું એમને સમજાવી દઉં. કોંગ્રેસે અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયોની મુંબઈ મુલાકાત પર સવાલ ઊઠાવ્યા છે. વિપક્ષના નેતાએ સવાલ કરતા કહ્યું છે કે દેશના વિદેશમંત્રી એસ. જયશંકરની અમેરિકી વિદેશમંત્રી સાથેની મુલાકાત પર વિદેશ મંત્રાલય કેમ મૌન છે. એ પણ અત્યાર સુધી?
દરમિયાન કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ઉમેર્યું હતું કે, ભારતમાં અમેરિકી રાજદૂત દ્વારા માર્કો રૂબિયોની આગામી મુંબઈ મુલાકાત અંગે આપવાનો વિષય ખરેખર આશ્ચર્યજનક વાત નથી. જાણકારી પણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. એ વાત પણ સ્પષ્ટ નથી કે, રૂબિયો મુંબઈમાં સરકારના અધિકારીઓ સાથે વાતચીત કરશે કે નહીં. જયરામ રમેશે કહ્યું હતું કે અમેરિકી રાજદૂતનું એ કહેવું અસાધારણ છે કે, ડૉ. જયશંકર પણ અન્યની જેમ અમારી સાથે સામેલ થાયે એવી અમને અપેક્ષા છે.
વિદેશ મંત્રાલયનું મૌન શંકાસ્પદ
ભારતના વિદેશ પ્રધાનની શંકાસ્પદ બેઠકો જે દેશની અંદર યોજાઈ હોય. તેના વિશેની જાહેરાત, વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા સિવાય અન્ય કોઈ પક્ષ દ્વારા ક્યારથી કરવામાં આવતી થઈ ગઈ છે? 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરતા તેમણે દાવો કર્યો કે, 10 મે, 2025ની રૂબિયો દ્વારા જ ભારતને પ્રથમ વાર જાણ થઈ હતી કે, આ ઑપરેશન અટકાવી દેવામાં આવ્યું હતું. સરકાર પર નિશાન સાધતા તેમણે પૂછ્યું, "મુંબઈમાં વિદેશ મંત્રીની રુબિયો સાથેની મુલાકાત અંગે વિદેશ મંત્રાલય શા માટે મૌન છે?"