કોલંબો: શ્રીલંકાએ આજે ભોજનના વિશ્રામ બાદ બીજા દાવમાં 330 રનના સ્કોર પર જે સાતમી વિકેટ ગુમાવી એ 24 વર્ષના ભારતીય સ્પિનર માનવ સુથારની ટૂંકી ટેસ્ટ કરીઅરની 23મી વિકેટ હતી.
માનવ સુથારે આંતરરાષ્ટ્રીય ફલક પર આવતાંવેંત ભારતની ટેસ્ટ ટીમના બોલિંગ આક્રમણને નવી જ દિશા અપાવી છે. તેણે જૂન મહિનામાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં કુલ સાત વિકેટ લીધી હતી. શ્રીલંકા સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં તેણે કુલ 10 વિકેટ મેળવી અને બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લીધા બાદ બીજા દાવમાં પણ ત્રીજી વિકેટ લીધી એ સાથે કરીઅરમાં તેની વિકેટનો આંકડો 23 થયો હતો.
રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા દિગ્ગજની વચ્ચે કારકિર્દી શરૂ કરીને માનવ (Manav)એ શરૂઆતમાં જ તરખાટ મચાવ્યો છે. તેણે કારકિર્દીની પહેલી ત્રણ ટેસ્ટમાં કુલ 23 વિકેટ (Wicket) મેળવી છે.
16th wicket for Manav Suthar in the Sri Lanka series - the star for India 🫡🇮🇳 pic.twitter.com/McoUftKPEN
— Johns. (@CricCrazyJohns) August 27, 2026
માનવે આજે સવારે કેશારા નુવન્થાની બહુમૂલ્ય વિકેટ લઈને ટીમ ઇન્ડિયાને બ્રેકથ્રુ અપાવ્યું હતું. કેશારા 150 બૉલ રમ્યો અને લાંબો સમય ક્રીઝમાં ટકી રહીને તેણે 46 રન બનાવ્યા હતા. તેની અને સોનાલ દિનુશા વચ્ચે સાતની વિકેટ માટે 112 રનની ભાગીદારી થઈ હતી.
માનવનો બૉલ પહેલા હવામાં સ્પિન થયો હતો અને પિચ પર પડ્યા બાદ ખૂબ ટર્ન થયો ત્યારે કેશારા ડિફેન્સિવ રમવા જતાં સ્લિપમાં ધ્રુવ જુરેલને આસાન કૅચ આપી બેઠો હતો.