Mon Nov 16 2026

Logo

અભિજીત દીપકેની અટકાયત મુદ્દે મમતા એનર્જીએ આક્રોશ વ્યક્ત કર્યો, કહ્યું ગભરાશો નહિ દીદી તમારી સાથે

2026-10-16 21:33:15
Author: Chandrakant Kanoja
અભિજીત દીપકેની અટકાયત મુદ્દે મમતા એનર્જીએ આક્રોશ વ્યક્ત કર્યો, કહ્યું ગભરાશો નહિ દીદી તમારી સાથે

કોલકાતા: નવી દિલ્હીમાં સીજેપી નેતા અભિજીત દીપકેની તિરંગા માર્ચ પૂર્વે અટકાયત કરવામાં આવી હતી. જે અંગે પશ્ચિમ બંગાળના પૂર્વે સીએમ મમતા બેનર્જીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કેન્દ્ર અને દિલ્હી પોલીસની આકરી ટીકા કરી હતી. તેમજ અભિજીત દીપકે અને તેમના સાથીઓને આશ્વાસન આપ્યું હતું કે ગભરાશો નહિ દીદી તમારી સાથે છે. 

સરકારનો ડરાવી-ધમકાવીને  પેઢીનો અવાજ દબાવવાનો પ્રયાસ

મમતા બેનર્જીએ 'X' પર લખ્યું હતું કે  "દિલ્હી પોલીસ શું કરી રહી છે? અભિજીત દીપકેને માત્ર એટલા માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા કારણ કે તેણે ભારતીય તિરંગો પકડ્યો હતો. જરા કલ્પના તો કરો! આઝાદ ભારતમાં, આપણા યુવાનોને તેમના લોકશાહી અધિકારોનો શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરવા બદલ અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે. આ એક અઘોષિત કટોકટી સમાન  છે. સરકાર  હવે ડરાવી-ધમકાવીને સમગ્ર પેઢીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ એક ફાંસીવાદી શાસનનું વર્તન છે. જે પોતાની મરજીથી અલગ હોય તેવા કોઈપણ અવાજને સહન કરી શકતું નથી.

સત્તાનો  દુરુપયોગ લોકશાહીની ભાવનાને કચડી શકતો નથી

આ ઉપરાંત મમતા બેનર્જી વધુમાં લખ્યું, "અભિજીત, આશુતોષ, સૌરવ, તમે ભારતના યુવાનોના સાહસ, સમજદારી અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરો છો. થોડા લોકોના અવાજને દબાવીને સમગ્ર પેઢીને ચૂપ કરી શકતા નથી. તમારી 'દીદી' મક્કમતાથી તમારી સાથે ઊભી છે. કોઈ ધમકી, કોઈ અટકાયત કે સત્તાનો  દુરુપયોગ લોકશાહીની ભાવનાને કચડી શકતો નથી. જાગો, ભારત! લોકશાહી, સ્વતંત્રતા અને અસંમતિ દર્શાવવાના અધિકાર માટેની આ લડાઈ ચાલુ રહેશે. 

દિલ્હીનું સેન્ટ્રલ પાર્ક શનિવારે  પણ બંધ રહેશે

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે દિલ્હીનું સેન્ટ્રલ પાર્ક બંધ હતું અને શનિવારે  પણ બંધ રહેશે. આ નિર્ણય CJP દ્વારા આજે સાંજે ત્યાં 'તિરંગા માર્ચ' યોજવાની જાહેરાતને પગલે લેવામાં આવ્યો છે. આ જાહેરાતને ધ્યાનમાં રાખીને, કનોટ પ્લેસ, સેન્ટ્રલ પાર્ક અને સમગ્ર સેન્ટ્રલ દિલ્હી વિસ્તારને એક કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં દિલ્હી પોલીસના 6000 થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કનોટ પ્લેસ, રાજીવ ચોક, સેન્ટ્રલ પાર્ક, જંતર-મંતર અને પાલિકા બજાર સહિત દિલ્હીના મુખ્ય વિસ્તારોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળો હાઈ એલર્ટ પર છે.