Tue Nov 10 2026

Logo

મલ્લિકાર્જુન ખડગેનું પીએમ મોદી માટે વિવાદાસ્પદ નિવેદન: પટણાના કાર્યક્રમમાં ભારે હંગામો, જાણો શું કહ્યું?

2026-10-25 18:23:00
Author: Mumbai Samachar Team
મલ્લિકાર્જુન ખડગેનું પીએમ મોદી માટે વિવાદાસ્પદ નિવેદન: પટણાના કાર્યક્રમમાં ભારે હંગામો, જાણો શું કહ્યું?

નવી દિલ્હીઃ પહેલા ફારુક અબ્દુલાએ દિલ્હી વિશે મનફાવે એમ ટિપ્પણી કરીને રાજકીય માહોલને ગરમાવો આપ્યો હતો હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિવાદીત નિવેદન આપીને નવા વિવાદને જન્મ આપી દીધો છે. બિહારના પટણાના બાપુસભાગરના આક કાર્યક્રમમાં સંબોધન આપતા નેતા એવું બોલી ગયા જેનાથી વિવાદનો વંટોળ ઊભો થાય એવી શક્યતાઓ છે. એટલું જ નહીં, સભામાં પણ હંગામો થયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ બિહાર, મહારાષ્ટ્ર અને હરિયાણાની રાજ્ય સરકારની ટીકા કરી  હતી. આ ત્રણેય રાજ્યની સરકાર ચોર સરકાર છે એવું કહીને સરકારને વોટ ચોરીવાળી સરકાર ગણાવી દીધી હતી. 

આ શું બોલી ગયા નેતા
આ સમગ્ર વિષય પર બબાલ થઈ ગઈ. આ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું હતું કે મોદી ક્યારેય સત્તા પરથી જશે નહીં, પછી ખડગેએ મંચ પરથી ગર્જના કરતા હોય એમ કહ્યું કે, મોદી તો શું, મોદીનો બાપ પણ જશે. ખડગેએ મોંઘવારીની ટીકા કરતા કહ્યું હતું કે દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે. ડુંગળી મોંઘી બની ગઈ છે. આમ જનતા માંડમાંડ દાલ-રોટી ખાય છે. દાળ નહીં હોય તો ડુંગળીને રોટલી ખાય છે. આજે ડુંગળીના ભાવ વધ્યા છે. 

મોદી લોકોનું ગળુ કાપી રહ્યા છે. સંસદ ચાલે છે. મોદી અને શાહ ડરના કારણે સંસદમાં અંદર આવતા નથી. રાહુલ ગાંધી પોતાના કામથી બાહર ગયા છે. જ્યારે તેઓ આવશે ત્યારે આ બધા લોકોને વ્યવસ્થિત ભાષામાં જવાબ આપશે.આ લોકો કાયમ રાહુલ રાહુલ કરે છે. આ લોકોના સપનામાં પણ રાહુલ આવે છે. શ્રી કૃષ્ણ સિંહજી (બિહાર કેસરી)ની 139મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું હતું કે બાબુ એવા વ્યક્તિ હતા જેમણે લોકશાહીને મજબૂત કરી. તેમણે હંમેશાં સમાજના નબળા વર્ગોના પક્ષે રહીને અવાજ ઉઠાવ્યો. શ્રી કૃષ્ણ સિંહે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને જમીન સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ કાર્યો કર્યા. 

સંઘ પર લગાવ્યા મોટા આક્ષેપ
શ્રી બાબુ પોતે ભૂમિહાર જ્ઞાતિના હતા. એક એવો સમુદાય જેમાં મોટાભાગે જમીનદારોનો સમાવેશ થતો હતો. તેમ છતાં તેમણે જમીનદારી પ્રથાને ખતમ કરવાની પહેલ કરી. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે શ્રી બાબુએ બિહારમાં પાયાના માળખાકીય સુવિધાઓના વિકાસ તેમજ શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાઓમાં સુધારો લાવવા માટે વ્યાપક કામ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન જ રાજ્યમાં કારખાનાઓ અને ઉદ્યોગોની સ્થાપના થઈ હતી. જ્યારે આરએસએસ (આરએસએસ) અને તેના જેવી અન્ય શક્તિઓએ રમખાણો ભડકાવવાનો પ્રયાસ કર્યો. 'બાબુ'એ મક્કમતાથી તેમનો સામનો કર્યો. 

તેમણે અસ્પૃશ્યતા વિરુદ્ધ પણ અભિયાનનું નેતૃત્વ કર્યું. ઉદાહરણ તરીકે, તેમણે સુનિશ્ચિત કર્યું કે દલિતોને બાબા વૈદ્યનાથ ધામ મંદિરમાં પ્રવેશ મળે, જ્યાં અગાઉ તેમને પ્રવેશવાની મનાઈ હતી. ખડગેએ ટિપ્પણી કરી કે આરએસએસ અને ભાજપમાં હજુ પણ એવા લોકો ભરેલા છે જેઓ અસ્પૃશ્યતામાં માનનારી માનસિકતા ધરાવે છે. તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી આરએસએસનું અસ્તિત્વ છે, ત્યાં સુધી દેશમાં શાંતિ સ્થપાઈ શકે નહીં.

આ ઘટના પર કેમ પીએમ બોલ્યા નહીં?
આ સિવાય નીતીશ કુમાર અંગે વાત કરતા કહ્યું કે, જે સમાજવાદી વિચારાધારા ધરાવતા હતા. તેઓ ભાજપ-RSSના ખોળામાં બેસી ગયા, જ્યારે તમારી વિચારધારા નબળી પડે છે ત્યારે આવું બને છે. અમે તો કેટલીય કુરબાનીઓ આપી હતી. ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. રાજીવ ગાંધીને મારી નાંખવામાં આવ્યા.  
અમે તો મરનારા લોકો છીએ, રાહુલ ગાંધી આજે દરેક મુદ્દે લડી રહ્યા  છે.

ઉત્તરાખંડના હલ્દવાનીમાં, 8 ઓગસ્ટ, 2026ના એક 'હવન' વિધિ બાદ મંચ પર 'શુદ્ધિકરણ'નો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો આઝાદીના આટલાં વર્ષો પછી પણ 'અસ્પૃશ્યતા'ની પ્રથા અસ્તિત્વમાં હોય, તો આજે આપણો દેશ ક્યાં ઊભો છે? એનો વિચાર કરવો જોઈએ.  આપણે એવા લોકોને હાંકી કાઢવા જોઈએ જેઓ અસ્પૃશ્યતાનો પ્રચાર કરે છે અને આવી 'શુદ્ધિકરણ' વિધિઓ કરે છે. 

પ્રજાને કરી અપીલ
વર્તમાન સરકાર તો જેમને 'અસ્પૃશ્ય' માને છે, તેમને મનુષ્ય તરીકે પણ ગણતી નથી. તા.8 ઓગસ્ટ, 2026ની આ ઘટના બાદ વડા પ્રધાન મોદીએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. અમે બિહારના લોકોને એ આહ્વાન કરવા આવ્યા છીએ કે તેઓ આ 'અસ્પૃશ્યતા'વાળી માનસિકતાને જડમૂળથી ઉખેડી નાખે. જેવી રીતે એક સમયે 'બાબુ' (મહાત્મા ગાંધી) લોકોની આગેવાની કરીને તેમને વૈદ્યનાથ ધામ મંદિરમાં લઈ ગયા હતા, તેવી જ રીતે આપણે પણ મક્કમ વલણ અપનાવવું પડશે. 'બાબુ' અને મહાત્મા ગાંધીની પ્રથમ મુલાકાત બનારસમાં થઈ હતી. 'બાબુ'એ સ્વતંત્રતા સંગ્રામ માટે આઠ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. શું ભાજપ કે આરએસએસના સભ્યોએ ક્યારેય આપણા દેશની આઝાદી માટે જેલમાં સમય વિતાવ્યો છે?

ઝેરી સાપથી લઈને રાવણ સુધીના વિવાદિત નિવેદનો
અગાઉ એપ્રિલ 2026માં આસામ વિધાનસભાની ચૂંટણીની રેલી વખતે ખડગેએ પીએમ મોદીને ઝેરી સાપ કહ્યા હતા. એના પછી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં હતી ત્યારે જનતાને સંબોધતા ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા આતંકવાદી શબ્દપ્રયોગ કર્યો હતો. 2024માં કર્ણાટકમાં એક જનસભામાં ભારતીય જનતા પાર્ટીને આતંકવાદીઓની પાર્ટી કહી હતી. 2023માં પણ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે પણ મોદીની તુલના ઝેરી નાગ તરીકે કરી હતી. નવેમ્બર 2022માં ગુજરાતની ચૂંટણી વખતે પીએમને 10 માથાવાળા રાવણ સાથે તુલના કરી હતી. એ નિવેદન અંગે ભાજપએ પણ વડા પ્રધાનનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો.