નવી દિલ્હી: દેશમાં હાલમાં યોજાયેલી વિધાન પરિષદની બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પ્રદર્શન સારું નથી રહ્યું. જેની બાદ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. જેના સંદર્ભે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે ભાજપે પોતાના પ્રદર્શન પર અંહકાર ન કરવો જોઇએ. જો તેમ જ હોય તો સંસદ ભંગ કરીને બેલેટ પેપરથી મતદાન કરાવવું જોઇએ.
વોટ ચોરી મુદ્દે વિપક્ષ પોતાનો વિરોધ ચાલુ રાખશે
આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, 'વોટ ચોરી'ના આક્ષેપોને લઈને વિપક્ષ પોતાનો વિરોધ ચાલુ રાખશે. તેમણે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગનું પુનરાવર્તન કર્યું. ઉલ્લેખનીય છે કે, વિપક્ષે 30 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જનતા દ્વારા મહાભિયોગ' કાર્યક્રમ અને 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક રેલીનું આયોજન કર્યું છે.
ઇન્ડી ગઠબંધનના નેતાઓની બેઠક
આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવિત 'જનતાના મહાભિયોગ' કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે ઇન્ડી ગઠબંધનના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, જયરામ રમેશ, ગૌરવ ગોગોઈ, મહુઆ મોઈત્રા, ડેરેક ઓ'બ્રાયન અને જ્હોન બ્રિટાસ સહિત વિપક્ષના અનેક નેતાઓ સામેલ થયા હતા.
મોક પાર્લામેન્ટમાં લગભગ 40 વક્તાઓ ભાગ લે તેવી અપેક્ષા
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મોક પાર્લામેન્ટમાં લગભગ 40 વક્તાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ મોક પાર્લામેન્ટમાં સંસદ સભ્યો સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષના વલણને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરશે.તેમજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ આ સભાને સંબોધિત કરી શકે છે. લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમાર આ કાર્યક્રમની અધ્યક્ષતા કરે તેવી શક્યતા છે.