Thu Oct 15 2026

Logo

મલબાર હિલ જળાળયના નવા પ્લાનનો આઈઆઈટી-રુરકી પુન:અભ્યાસ કરશે: રૂ.૨૨ લાખની ફી વસૂલ કરશે

2026-09-20 08:23:43
Author: Sapna Desai
મલબાર હિલ જળાળયના નવા પ્લાનનો આઈઆઈટી-રુરકી પુન:અભ્યાસ કરશે: રૂ.૨૨ લાખની ફી વસૂલ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દક્ષિણ મુંબઈના મલબાર હિલના રિર્ઝવિયરના પુન:બાંધકામનો પ્રસ્તાવ રદ થયા બાદ હવે તેનાં સમારકામ માટે નવા પયાર્યનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક નાગરિકોનાં ઝાડ કાપવાં સામે વિરોધને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ  હવે ત્રણ સ્તરના બાવન મિલ્યન લિટર ક્ષમતાનું નવું જળાશય નજીક જ બાંધવાની છે, જેના નવા  પ્લાનનો અભ્યાસ કરવાની જવાબદારી  આઈઆઈટી-રુરકીને સોંપવામાં આવી છે. આ કામ માટે તેને લગભગ બાવીસ લાખની ફી ચૂકવવામાં આવશે. 

મલબાર હિલના ફિરોઝશાહ મહેતા ગાર્ડન પરિસરમાં ૧૩૬ વર્ષ જૂના બ્રિટીશ કાળના રિર્ઝવિયરના પુન: બાંધકામ માટે ૩૮૯ ઝાડ કાપવાં પડવાનાં હોવાથી તેમ જ  હૅંગિંગ ગાર્ડનને અમુક વર્ષ માટે બંધ રાખવા સામે  સ્થાનિકોએ  વિરોધ કર્યો હતો. તેથી કામ અટવાઈ જતા આ બાબતે નિર્ણય લેવા માટે પાલિકાએ મુંબઈ આઈઆઈટીના નિષ્ણાતોની સાથેની એક સમિતિની બનાવી હતી. આઠ લોકોની સમિતિમાં આપસમાં સહમતિ નહીં સધાતા બે અલગ અલગ અહેવાલ આપ્યા હતા. તેથી આ સંદર્ભમાં નિર્ણય લેવા માટે પાલિકાએ આઈઆઈટી- રુરકીની મદદ લીધી હતી.

નવા રિર્ઝવિયર માટે અસરગ્રસ્ત ઝાડની સંખ્યા મર્ચાદિત રાખવા પાલિકાએ આઈઆઈટી- રુરકીના માધ્યમથી વિવિધ પર્યાયની તપાસ કર્યા બાદ પોતાના કર્મચારીઓના નિવાસસ્થાન પાસે તેમ જ પંપિંગ સ્ટેશન પરિસરમાં બાવન મિલ્યન લિટર ક્ષમતાના ત્રણ સ્તરના જળાશયનો પર્યાય પ્રસ્તાવિત કર્યો છે. 

ટેક્નિકલી પ્લાન મુશ્કેલ જણાતા બાંધકામ બાબતે નિષ્ણાત સંસ્થા પાસેથી પ્લાન અને કાર્યપદ્ધતિનું પુનરાવલોકન આવશ્યક છે. તે મુજબ આ પ્રસ્તાવનો અભ્યાસ કરવા માટે આઈઆટી-રુરકીની નિમણૂક કરવામાં આવવાની છે, જેની માટે તેને બાવીસ લાખ આપવામાં આવશે. આ પ્રસ્તાવ  સ્થાયી સમિતમાં મંજૂરી માટે આવવાનો છે.