મુંબઈ: બોલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત પોતાની સુંદર અદાકારી, શાનદાર ડાન્સ અને અભિવ્યક્તિ માટે જાણીતી છે. 90ના દાયકામાં માધુરીએ અનેક સુપરહિટ ફિલ્મો આપીને દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. હાલમાં તે ફરી ટેલિવિઝન અને ડિજિટલ મનોરંજનની દુનિયામાં સક્રિય છે.
માધુરી દીક્ષિત હાલમાં ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ના મરાઠી વર્ઝન ‘કોણ હોણાર કરોડપતિ’નું સંચાલન કરી રહી છે. આ શોના ભવ્ય પ્રીમિયરમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ હાજર રહી હતી. કાર્યક્રમ દરમિયાન સોનાલીએ માધુરીને પૂછ્યું હતું કે તેને શ્રીદેવી અને જુહી ચાવલામાંથી કઈ અભિનેત્રી વધુ પસંદ છે. આ સવાલનો જવાબ આપતી વખતે માધુરીએ કોઈ એક અભિનેત્રીને પસંદ કરવાને બદલે બંનેની પ્રતિભાનાં વખાણ કર્યાં હતાં.
માધુરીએ જણાવ્યું કે શ્રીદેવીની કોમિક ટાતાજેતરમાં માધુરીને એક રસપ્રદ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તેને દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને જુહી ચાવલામાંથી કોણ વધુ પસંદ છે? આ સવાલનો માધુરીએ એવો જવાબ આપ્યો કે સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે.ઈમિંગ અદ્ભુત હતો. તેની અભિનય કરવાની શૈલી અને પાત્રોને જીવંત કરવાની ક્ષમતા તેને અન્ય કલાકારોથી અલગ બનાવતી હતી. બીજી તરફ, જુહી ચાવલાની કોમિક ટાઈમિંગ પણ ખૂબ જ સારો હતો. માધુરીએ જુહીના હાસ્યનાં પણ ખાસ વખાણ કર્યાં હતાં. માધુરીના મતે બંને અભિનેત્રી અત્યંત પ્રતિભાશાળી હતી અને બંનેની પોતાની આગવી વિશેષતાઓ હતી. તેથી કોઈ એકને પસંદ કરવાને બદલે માધુરીએ સ્પષ્ટ કર્યું કે તેને બંને અભિનેત્રીઓ ગમતી હતી.
આ વાતચીત દરમિયાન માધુરીએ શ્રીદેવીની અન્ય એક ખાસિયતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે શ્રીદેવીએ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ એમ ચાર અલગ-અલગ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું હતું. એક જ કલાકાર માટે અલગ-અલગ ભાષાઓ અને ફિલ્મ ઉદ્યોગોમાં પોતાની ઓળખ બનાવવી એ ખરેખર મોટી સિદ્ધિ હતી. શ્રીદેવીએ પોતાની અભિનય ક્ષમતા અને વૈવિધ્યસભર પાત્રોથી ભારતીય સિનેમામાં આગવું સ્થાન મેળવ્યું હતું.
માધુરીના જવાબ બાદ સોનાલી બેન્દ્રેએ પણ પોતાની પસંદગી જણાવીને વાતચીતને વધુ રસપ્રદ બનાવી દીધી હતી. સોનાલીએ કહ્યું કે જ્યારે શ્રીદેવી અને જુહી ચાવલાનાં નામ લેવામાં આવે છે, ત્યારે તેમની સાથે કોનું નામ જોડાય છે તે સૌ જાણે છે ત્યાર બાદ તેણે કહ્યું હતું કે તેની પસંદગી હંમેશાં માધુરી દીક્ષિત જ છે. સોનાલીની આ પ્રશંસા સાંભળીને માધુરી શરમાઈ ગઈ હતી. આ મજેદાર પળે શોના પ્રીમિયરમાં હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.