લુધિયાણા : પંજાબ એક તરફ ગેંગસ્ટર બેફામ ગોળીબાર કરી રહ્યા છે, ત્યારે લુધિયાણામાં આત્મા પાર્ક બહાર પોલીસ એન્કાઉન્ટરમાં બે ગેંગસ્ટર માર્યા ગયા હતા.આ બંને ગેંગસ્ટર રક્તદાન શિબિરમાં હુમલો કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેમનો પીછો કરીને ફાયરિંગ કર્યું હતું. જેમાં સામસામી અથડામણમાં બે ગેંગસ્ટર ઠાર થયા હતા.
બંને વચ્ચે 25 રાઉન્ડ ગોળીબાર થયો
આ સમગ્ર ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ ટીમને જોતાં જ ગેંગસ્ટરોએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પણ વળતો ગોળીબાર કર્યો હતો. જેમાં બંને વચ્ચે 25 રાઉન્ડ ગોળીબાર થયો હતો. જેમાં ગેંગસ્ટર ઠાર માર્યા ગયા હતા.
બંને ગેંગસ્ટરો 'ડોની બાલ ગેંગ' સાથે સંકળાયેલા
આ ઘટના બાદ લુધિયાનાના પોલીસ કમિશનર સ્વપ્ન શર્મા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફોરેન્સિક ટીમે ત્યાંથી પુરાવા એકત્રિત કર્યા હતા.પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર બંને ગેંગસ્ટરો 'ડોની બાલ ગેંગ' સાથે સંકળાયેલા હતા.
અત્યાધુનિક હથિયારો હતા
તેમજ થોડા વર્ષો પહેલાં બનેલા રવિ ખ્વાજકે હત્યા કેસમાં સામેલ એક હરીફ ગેંગ સાથે પણ તેમનું જોડાણ હતું. તેમની પાસે અત્યાધુનિક હથિયારો હતા અને તેમના અમૃતસર સાથે પણ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ અંગેની વધુ વિગતો બાદમાં આપશે.