Sat Nov 07 2026

Logo

શિવાશર્મા હત્યાકાંડઃ શ્રદ્ધા દુબેના કારસ્તાનને લઈ કરાયો ચોંકાવનારો ખુલાસો...

2026-10-25 22:08:37
Author: Mumbai Samachar Team
શિવાશર્મા હત્યાકાંડઃ શ્રદ્ધા દુબેના કારસ્તાનને લઈ કરાયો ચોંકાવનારો ખુલાસો...

લખનઉઃ ઉત્તર પ્રદેશના મહાનગર લખનઉમાં શિવા શર્મા હત્યાકાંડમાં એક નવી કડી જોડાઈ ચૂકી છે. ઘરમાં કામ કરી રહેલી કામવાળીનો સંપર્ક કરીને પોલીસે એક અંદરની વાતનો ખુલાસો કર્યો છે. કામવાળીએ પોલીસને કહ્યું હતું કે, શ્રદ્ધા દુબે સતત શિવા પર ટોર્ચર કરી રહી હતી. જેનાથી કંટાળી જઈને શિવાએ મોતની છલાંગ લગાવી દીધી હતી. આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, આ ચિત્ર મેં જોયું નથી પણ જે રીતે અવાજ સાંભળવા મળ્યો એના પરથી આ વાત કહી શકાય છે. 

શું કહ્યું કામવાળી મહિલાએ?
કામવાળી મહિલાએ વિગતવાર વાત કરતા પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે આ ઘટના બની એ સમયે રૂમમાં અન્ય કેટલાક લોકો પણ હતા. એ સમયે શ્રદ્ધા શિવા શર્માને ટોર્ચર કરી રહી હતી. શ્રદ્ધાના ટોર્ચરથી કંટાળીને શિવાએ ફ્લોર પરથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. 9 ઑક્ટોબરના રોજ હું ઘરમાં કામ કરી રહી હતી. એ સમયે એક રૂમમાં શિવા અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. શ્રદ્ધા શિવા પર બૂમબરાડા પાડી રહી હતી.

ટોર્ચર કરી રહી હતી. બધુ તો મેં નજરે જોયું નથી પણ રૂમમાં હોવાને કારણે અવાજ બન્નેના આવી રહ્યા હતા. અવાજ સ્પષ્ટ વર્તાય રહ્યો હતો. એ રૂમમાં શું થયું એ અંગેની કોઈ જાણકારી નથી પણ અવાજ પરથી આટલું કહી શકાય છે. આ હત્યાકેસમાં હજરંતગંજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કામવાળી મહિલા સિવાય આસપાસના પાડોશીઓ અને સોસાયટીમાં જ રહેતા સિક્યોરિટીવાળાની પણ પૂછપરછ કરી છે. 

લિપસ્ટિકના નિશાન શરીર પર મળ્યા
એમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે. આ તમામ લોકોને પોલીસે સામાન્ય સવાલ કર્યા હતા. ખાસ કરીને જ્યારે આ ઘટના બની એ સમયે તેઓ ક્યાં હતા? કેવી રીતે જાણ થઈ? શું જોયું? ઘટના બાદ સૌથી પહેલા કોણ પહોંચ્યું? કેવી રીતે? ડ્રાઈવર દાનિશે ત્યાં પહોંચીને પહેલા શું કર્યું? શિવા શર્માની છાતી અને ચહેરા સિવાય પીઠના ભાગે લિપસ્ટિકના નિશાન મળ્યા છે. આ સિવાય હાથ-પગ અને શરીરના અન્ય ભાગ પર સિગારેટના ડામ દેવામાં આવ્યા છે.

હવે શિવા પર ટોર્ચર થયાનું સામે આવી રહ્યું છે. હવે કેટલાક સવાલ રહસ્ય ઊભું કરી રહ્યા છે. આ સિવાય સૌથી મોટો સવાલ એ છે કે, જ્યારે આ ઘટના બની એ સમયે શિવા અર્ધનગ્ન હાલતમાં હતો. તેણે માત્ર અંડરવીયર પહેર્યો હતો. જેનો જવાબ પોલીસ શોધી રહી છે. આ ઘટનાએ સમગ્ર લખનઉમાં ચર્ચા જગાવી છે. પોલીસ દરેક કડી જોડીને આ સમગ્ર કેસને ઉકેલવા માટે તપાસ કરી રહી છે.