Thu Oct 08 2026

Logo

રણબીર બાદ હવે આલિયાનો ‘Love & War’નો લુક રિવીલઃ કેબ્રે ડાન્સરના અવતારમાં છવાઈ ગઈ

2026-09-25 16:45:13
Author: Mumbai Samachar Team
રણબીર બાદ હવે આલિયાનો ‘Love & War’નો લુક રિવીલઃ કેબ્રે ડાન્સરના અવતારમાં છવાઈ ગઈ

Sanjay Leela Bhansali's Love & War


મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ 'લવ એન્ડ વોર' નું એક પોસ્ટર સામે આવ્યું છે. પહેલા રણબીર કપૂરનો એક સિન સામે આવ્યા બાદ હવે આલિયા ભટ્ટનો લૂક રિવીલ થયો છે. સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં તૈયાર થયેલી ફિલ્મ 'લવ એન્ડ વોર'માં રણબીરનો લૂક કેવો હશે એ ગુરૂવારે જ સ્પષ્ટ થઈ ગયું હતું. આ પછી હવે આલિયા ભટ્ટનો લૂક સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર બન્નેના લૂકની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ લૂક સામે આવ્યા બાદ ફેન્સનું એક્ઝાઈટમેન્ટ વધી ગયું છે. 

ટિઝર સામે આવ્યા બાદ સ્પષ્ટ થશે
રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મમાં વિષય શું છે એ ટિઝર સામે આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આલિયાના આ પોસ્ટરમાં એક અલગ અંદાજ જોવા મળ્યો છે. રેડ કલરના ડ્રેસમાં તે એકદમ અલગ લાગી રહી છે. કેબ્રે ડાન્સરના લૂકમાં આલિયાનો ગ્લેમરસ લૂક સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે. આ પહેલા તેની ફિલ્મ 'આલ્ફા' ખરાબ રીતે પીટાઈ ગયા બાદ હવે આલિયા માટે આ ફિલ્મ થકી છવાઈ જવાનો મોટો ચાન્સ છે. 2 લાખથી વધારે લાઈક્સ તેના આ લૂક પર આવી ચૂકી છે. રણબીર કપૂરનો એક રેટ્રો લૂક સામે આવ્યો હતો એ પછી હવે આલિયાનો ક્રેબે લૂક સામે આવ્યો છે. પોસ્ટરની સ્ટાઈલ અત્યાર સુધીની બન્નેની ફિલ્મ કરતા ઘણી અલગ છે. રણબીરનો આ લૂક સામે આવતા ઘણી ચર્ચા થઈ રહી છે ફરી એ ફિલ્મ યુગને ફેન્સ તાજા કરી રહ્યા છે. 

ક્યારે થશે ફિલ્મ રિલીઝ?
ફિલ્મના ટિઝર રિલીઝને લઈને લોકોનો ઉત્સાહ હવે વધી રહ્યો છે. પોસ્ટરના બેગ્રાઉન્ડમાં પણ એક રેટ્રો લૂક જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં આવી રહી છે. બધુ વ્યવસ્થિત રહ્યું તો ફિલ્મ 21 જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે. આલિયાનો લૂક સામે આવતા ફેન્સ તેના 'ગંગુબાઈ કાઠિયાવાડી' અંદાજને યાદ કરી રહ્યા છે. આ ફિલ્મ પણ સંજય લીલા ભણસાલીએ બનાવી હતી. રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર આવ્યા બાદ તેના ક્લિનશેવ લૂકની ચર્ચા છે. પણ આ ફિલ્મમાં પણ તેનો ક્લિનશેવ લૂક જોવા મળી રહ્યો છે. એકહાથ પર લોહી અને કારમાં એનો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ છે. આ ફોટો પર ફેન્સે દિલ ખોલીને કોમેન્ટ કરી છે. 'બ્રહ્માસ્ત્ર' બાદ રણબીર અને આલિયાની આ બીજી ફિલ્મ છે જેમાં તે એકબીજા સાથે સ્ક્રિનશૅર કરી રહ્યા છે.