Wed Sep 09 2026

Logo

ગ્રામ પંચાયતમાં કામગીરી માટે લાંચ લેતી મહિલા તલાટી ACBના છટકામાં ઝડપાઈ

2026-08-13 10:43:00
Author: Mumbai Samachar Team
ગ્રામ પંચાયતમાં કામગીરી માટે લાંચ લેતી મહિલા તલાટી ACBના છટકામાં ઝડપાઈ

ભુજઃ  કચ્છમાં એસીબી દ્વારા ભ્રષ્ટ કર્મચારીઓ સામે લાલઆંખ કરવામાં આવી છે. સીમાવર્તી રાપર તાલુકાની સેલારી જૂથ ગ્રામ પંચાયતના મહિલા તલાટી કમ મંત્રી અલ્પાબેન રમેશ પટેલને રૂપિયા ૧,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતી

મૂળ મહિસાગર જિલ્લાના અને હાલ રાપરમાં રહેતા મહિલા તલાટી અલ્પા પટેલ સામે પંચાયતમાં નોંધો પાડવા તથા વેરા ભરવા જેવી વિવિધ કામગીરી પેટે રૂપિયા ૨૦૦થી ૫,૦૦૦ સુધીના ગેરકાયદે ઉઘરાણાં કરાતાં હોવાની ફરિયાદો મળી હતી.

આ અંગે એસીબીએ એક જાગૃત નાગરિકની મદદથી પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. હયાતીના હક્કની નોંધ પાડવાના કામ અર્થે તલાટીએ માંગેલી રૂપિયા ૧,૦૦૦ની લાંચ સ્વીકારતાં જ સરકારી પંચોની હાજરીમાં એસીબી ટીમે તેમને દબોચી લીધા હતા તેમ પૂર્વ કચ્છ એસીબી પીઆઈ જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું.

 

(ઉત્સવ વૈદ્ય)