Tue Sep 08 2026

Logo

કચ્છમાં બની શરમજનક ઘટના; નખત્રાણામાં સગીર પૌત્રી પર સગા દાદાએ આચર્યું દુષ્કર્મ, પોલીસે ગુનો નોંધ્યો

2026-08-27 11:49:00
Author: Vimal Prajapati
કચ્છમાં બની શરમજનક ઘટના; નખત્રાણામાં સગીર પૌત્રી પર સગા દાદાએ આચર્યું દુષ્કર્મ, પોલીસે ગુનો નોંધ્યો

ભુજ: ઘરની બહાર દીકરીઓ સુરક્ષિત નથી તેની અનેક ઘટના પ્રકાશમાં આવતી હોય છે, પરંતુ હવે તો દીકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી. કચ્છમાં આવી જ એક ઘટના બની છે જેમાં સગા દાદાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. સીમાવર્તી કચ્છ જિલ્લામાં સગીરાઓ સામે શારીરિક શોષણ અને દુષ્કર્મની બે ગંભીર ઘટનાઓ પ્રકાશમાં આવતાં ભારે અરેરાટી સાથે ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે.

14 વર્ષીય સગીરાએ સગા દાદાએ દુષ્કર્મ આચર્યું

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, નખત્રાણા તાલુકાના એક ગામમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 14 વર્ષીય સગીરાએ તેના જ સગા દાદા સામે છેલ્લા બે વર્ષથી ડરાવી-ધમકાવીને જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. સગીરાની ફરિયાદના આધારે નખત્રાણા પોલીસે પોક્સો અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી દાદાની અટકાયત કરી લીધી છે. તપાસ અધિકારી પીઆઈ એ.એમ. પટેલે કાનૂની કાર્યવાહી આગળ ધપાવી છે.

અબડાસા તાલુકાના કોઠારા ગામમાં પણ બની દુષ્કર્મની ઘટના

બીજા એખ બનાવની વાત કરવામાં આવે તો, અબડાસા તાલુકાના કોઠારા ગામના સંજય ઉર્ફે સંજુ હિરા કોલી નામના શખ્સ સામે નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપ મુજબ, આ શખ્સે સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવી તથા લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નલિયા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી પીઆઈ એસ.એમ. પટ્ટણીએ વધુ તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)