કૉલકાતાઃ પશ્ચિમ બંગાળના પાટનગર શહેર કૉલકાતામાં સાતમા નોરતાના દિવસે ચોબરગાન સાર્વજનિક દુર્ગાપૂજા પંડાલનો એક ભાગ ઢળી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 17 લોકોનાં મોત નીપજ્યાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બની એ સમયે અચાનક જ નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગ એવા સમયે થઈ જ્યારે સાંજના સમયે મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ પૂજા કરવા માટે એકઠા થયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેતું હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક લોકોનું રેસક્યૂ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે.
સ્થાનિકો પણ દોડ્યા
પંડાલના આયોજકોએ સ્થિતિને સંભાળવા તથા દટાયેલા લોકોની મદદ કરવા માટે યુદ્ધના ધોરણે પગલાં લીધા હતા. આ ઉપરાંત લોકોને બચાવવા માટે યોગ્ય પગલાં પણ લીધા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ કૉલકાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને કૉલકાતા મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં સારવાર હેતું લઈ જવામાં આવ્યા છે. ઘટના બનતાની સાથે અન્ય શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસની સાથે ફાયર અને મેડિકલ ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પંડાલ ઢળી પડવા પાછળનું કારણ અને ઈજાગ્રસ્તની સંખ્યા કેટલી છે એ આંક સામે આવ્યો નથી.
#WATCH | North Kolkata, West Bengal | A stampede-like situation was reported at the Chorbagan Sarbojanin Puja pandal. The injured were shifted to the hospital. More details awaited. https://t.co/EZm78mo5mN
— ANI (@ANI) October 17, 2026
રિપોર્ટ એવા પણ મળ્યા છે કે, કૉલકાતામાં આ ઘટના બની એ સમયે ખૂબ જ વરસાદ ચાલી રહ્યો હતો. મંડપમાં અંદર નાસભાગ મચી હતી. વિગત એવી પણ મળી રહી છે કે, કેટલાક શ્રદ્ધાળુઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમરજન્સીની સ્થિતિમાં પશ્ચિમ બંગાળના અધિકારી સુવેંદુ અધિકારી તથા ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ દોડી ગયા છે.
ભીડ એકાએક વધી ગઈ
પંડાલના આયોજકનું એવું કહેવું છે કે, ક્ષમતા કરતા વધારે ભીડ પંડાલમાં ઉમટી હતી. બાહર વધારે પડતો વરસાદ થઈ રહ્યો હતો. આ કારણે લોકો પંડાલમાં વરસાદથી બચવા માટે દોડી ગયા હતા. ઘટના બનતા જ ચારથી પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પંડાલમાં અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હતી. શ્રદ્ધાળુના જણાવ્યા અનુસાર લોકો એકબીજાની ઉપર પડી રહ્યા હતા. નાસભાગ મચી જતા લોકો બાહર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
અન્ય એક ભાવિકે કહ્યું હતું અચાનક વરસાદ શરૂ થતા લોકો અંદર આવવા લાગ્યા હતા. મંડપમાં લોકો વરસાદથી બચવા માટે આવ્યા હતા. આ કારણે મંડપમાં એકાએક ભીડ વધી ગઈ હતી. રસ્તો સાંકડો હોવાને કારણે પોલીસવાનને પહોંચતા પણ થોડો સમય થયો હતો. સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે ઘટનાસ્થળે હજારો સ્વયંસેવકો અને પોલીસકર્મીઓ હાજર હોવા છતાં, શરૂઆતમાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. અમારી નજર સમક્ષ જ એક મોટી દુર્ઘટના ઘટી રહી હતી.
Deeply shocked and saddened to learn about the stampede at the Chore Bagan Puja Pandal. I pray to Maa Durga for the speedy recovery of all those injured and for strength and courage for their families during this difficult time.
— Mamata Banerjee (@MamataOfficial) October 17, 2026
પોલીસ કંઈ ન કર્યાનો આરોપ
સ્થાનિકોનો આરોપ છે કે નજીકમાં કોલકાતા પોલીસનું વાહન હોવા છતાં પોલીસે કંઈ કર્યું નહીં. સ્થાનિક રહેવાસીઓએ જ આગળ આવીને મદદ કરી. પૂજા સમિતિનો કોઈ પણ સભ્ય ત્યાં જોવા મળ્યો ન હતો. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે આટલા મોટા પાયે આયોજિત કાર્યક્રમમાં એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન હતી. આસપાસના રહેવાસીઓ દ્વારા પાર્ક કરવામાં આવેલી કારોને પણ ત્યાંથી હટાવી દેવામાં આવી હતી. સ્થાનિકોના મતે, જો તે કારો ત્યાં જ રહી હોત, તો કદાચ ઓછામાં ઓછા 20 લોકોના જીવ બચાવી શકાયા હોત.
વ્યવસ્થાઓ માત્ર વીઆઈપી (VIP) અને મહેમાનો માટે જ કરવામાં આવી હતી, સામાન્ય જનતા માટે નહીં. ચોરબાગાનમાં મુખ્ય મંડપની બહાર એક ઊંચો, ગોળાકાર કોરિડોર છે. મંડપમાંથી બહાર નીકળવા માટે 360 ડિગ્રી વળાંક લેવો પડે છે. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે આ દુર્ઘટના આ કોરિડોરમાં જ ઘટી હતી.