કોલકાતા: પશ્ચિમ બંગાળમાં કોલકાતાના ચોરબાગાન સ્થિત દુર્ગા પૂજા પંડાલમાં ગઈકાલે સાંજે અંદાજે 7:40 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. પંડાલનો એક હિસ્સો ધરાશાયી થતાં ત્યાં અફરાતફરી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કચડાઈ જવાથી 17 લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જ્યારે 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની 3 અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે. આ દુર્ઘટના મામલે હવે એક પ્રધાન દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.
નાસભાગ અંગે પ્રધાન ઉમેશ રાયે મહત્વપૂર્ણ ખુલાસો
કોલકાતામાં થયેલી નાસભાગ અંગે પ્રધાન ઉમેશ રાયે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. પ્રધાન ઉમેશ રાય જણાવ્યું કે, શરદીય નવરાત્રિની 'મહા સપ્તમી'નો દિવસ હતો અને ચોરબાગાન સ્થિત દુર્ગા પૂજા પંડાલમાં પ્રાર્થના કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે સમયે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી, ભક્તો સહિત ઘણા લોકોએ પંડાલની અંદર આશરો લીધો, જેના કારણે ત્યાં ભારે ભીડ થઈ ગઈ. અચાનક, કોઈકે સીટી વગાડી અને એક જાહેરાત કરી, જેનાથી અફરાતફરી મચી ગઈ અને લોકો અલગ-અલગ દિશાઓમાં દોડવા લાગ્યા, પરિણામે કેટલાક લોકો પડી ગયા અને કચડાઈ ગયા હતાં. આ નાસભાગ વરસાદ અને નબળા વ્યવસ્થાપનને કારણે સર્જાઈ હતી, જેના માટે આયોજકો જવાબદાર છે.
🙏🏻 https://t.co/dP4XOKwLrN
— Umesh Rai (@UmeshRai_BJP) October 17, 2026
આ સાથે સાથે મા દુર્ગાના દર્શન અને પૂજા કરવા માટે આવેલા લોકોની સુરક્ષા અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યાં છે. એક મહિલાએ જણાવ્યું કે, પંડાલમાં એક જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને લોકો ગભરાઈ ગયા અને ભાગવા લાગ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ અહીં આવવા અને જવા માટેનો રસ્તો પણ સાંકડો હતો. રસ્તો નાનો હોવાના કારણે લોકોને બહાર નીકળવા માટે મુશ્કેલી પડી હતી. જેના કારણે કેટલાક લોકો નીચે પડી ગયા અને કચડાઈ ગયાં હતાં.
Kolkata Durga Puja Accident: કોલકાતામાં પંડાલ ધરાશાયી, 19નાં મોત અને 40 ઘાયલ કોલકાતામાં દુર્ગા પૂજાની ઉજવણી વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચોરબાગાનના દુર્ગા પૂજા પંડાલનો એક હિસ્સો ધરાશાયી થતાં 17 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે, જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ અને ભીડના દબાણને કારણે સર્જાયેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. હેલ્પલાઇન નંબર: 18003455678 #Kolkata #DurgaPuja #KolkataAccident #DurgaPujaAccident #WestBengal #BreakingNews #GujaratiNews #MumbaiSamachar #NarendraModi #LatestNews Kolkata Durga Puja Accident, Kolkata Pand al Collapse, Kolkata Durga Puja News, Kolkata Latest News, Durga Puja Pandal Accident, Kolkata Stampede News, Chorbangan Durga Puja, Narendra Modi Compensation, Kolkata Accident Gujarati News, West Bengal News, દુર્ગા પૂજા દુર્ઘટના, કોલકાતા સમાચાર, કોલકાતા પંડાલ ધરાશાયી, દુર્ગા પૂજા અકસ્માત, પશ્ચિમ બંગાળ સમાચાર
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 18, 2026
ખાસ કરીને એવો દાવો કરવામાં આવ્યો છે કે, વરસાદ અને ભીડના દબાણને કારણે મંડપનો પ્રવેશદ્વાર ધરાશાયી થઈ ગયો હતો. જેના પરિણામે, એવી જાહેરાત કરવામાં આવી કે આખો મંડપ પણ પડી શકે છે. આ સાંભળીને લોકો ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવા લાગ્યા. જેના કારણે દુર્ઘટના સર્જાઈ અને 17 લોકોના મોત થયાં છે.