Tue Nov 17 2026

Logo

'આ ભારત છે, બાંગ્લાદેશ નહીં': સત્તા પરિવર્તનના નારાઓ વચ્ચે કિરણ રિજિજુની કડક ચેતવણી

2026-10-17 19:49:00
Author: Mumbai Samachar Team
'આ ભારત છે, બાંગ્લાદેશ નહીં': સત્તા પરિવર્તનના નારાઓ વચ્ચે કિરણ રિજિજુની કડક ચેતવણી

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં સતત અને સખત રીતે થઈ રહેલા વિરોધ પ્રદર્શનના માહોલને ગંભીરતાથી લઈને પહેલા પીયૂષ ગોયલ, સંબિત પાત્રા, રાજનાથસિંહ અને હવે કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ સ્પષ્ટતા કરી દીધી છે, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજૂએ કહ્યું હતું કે, આ ભારત છે બાંગ્લાદેશ નથી. 'રેજિમ ચેન્જ'ની વાત પર એક કડક અને ગર્ભિત મેસેજ આપતા રિજ્જુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે કાન ખોલીને સાંભળી લો, આ ભારત છે બાંગ્લાદેશ નહીં. દેશના યુવાનો જ ભારત દેશને બનાવે છે એને બર્બાદ નહીં કરે. 

કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટતા
કેન્દ્રીય મંત્રી કિરન રિજ્જુએ લખ્યું હતું કે, ભારતીય યુવાનો મૂર્ખ નથી. આ જ યુવા ભારતનું નિર્માણ કરશે. ભારતને બરબાદ નહીં કરે. દેશના તમામ ખરા યુવાનો મેડલ જીતી રહ્યા છે. સ્કિલિંગ, સ્ટાર્ટઅપ અને ટૅક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ. સાંસ્કૃતિક આઈકોન બની રહ્યા છે. કિરન રિજ્જુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 'ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન' (AISA)ના પ્રમુખ નેહા બોરા, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ અને કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ 'સત્તા પરિવર્તન' (regime change) અંગે ટિપ્પણીઓ કરી છે. તા. 14 ઓક્ટોબરના રોજ, 'સોશિયાલિસ્ટ સ્ટુડન્ટ્સ ફ્રન્ટ'ના છઠ્ઠા રાષ્ટ્રીય સંમેલનમાં, નેહા બોરાએ બાંગ્લાદેશમાં થયેલા 'જન-ઝેડ' (Gen-Z) વિદ્યાર્થી આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો.

નેહા બોરાએ શું કહ્યું?
નેહા બોરાએ કહ્યું હતું કે અમે તમને સલામ કરીએ છીએ. અમે સ્વીકારીએ છીએ કે જેન-ઝી (Gen-Z) આંદોલન, જે અત્યારે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે, તેની શરૂઆત બાંગ્લાદેશમાં થઈ હતી. અમને રસ્તો બતાવવા બદલ અને આ રાષ્ટ્રના યુવાનો સાથે એકતામાં ઊભા રહેવા બદલ તમારો આભાર.
 
અમે જાણીએ છીએ કે બાંગ્લાદેશમાં શરૂ થયેલું આ આંદોલન લોકશાહી અને મતદાનના અધિકાર માટે હતું. પંદરમી ઓક્ટોબરે દિલ્હીમાં યોજાયેલી એક સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે 'સત્તા પરિવર્તન' (regime change) વિશે વાત કરી હતી.
 
તેમણે કહ્યું, આ સત્તા પરિવર્તન માટેની લડાઈ છે. અમે સરમુખત્યારશાહી સ્વીકારીશું નહીં.

અમે આજે ખુલ્લેઆમ કહી રહ્યા છીએ કે આ સત્તા પરિવર્તન માટેની લડાઈ છે, અને અમે તેને સુનિશ્ચિત કરીશું.  જ્યારે તેમને આ શબ્દપ્રયોગ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે પ્રશાંત ભૂષણે જવાબ આપ્યો હતો "આપણે બધા સત્તા પરિવર્તન ઈચ્છીએ છીએ. શું તેમાં કંઈ ખોટું છે?" તેમણે સરકાર બદલવાની માંગને નાગરિકોનો લોકશાહી અધિકાર ગણાવ્યો