કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથ યાત્રા 2026ની સિઝન સાથે જ ફરી એક વખત હેલિકોપ્ટર‑ટિકિટ બુકિંગના છેતરપિંડીના રિપોર્ટ સામે આવી રહ્યા છે. હિમાચલ અને ચાર ધામ વિસ્તારમાં હજારો ભાવિકો કેદારનાથની ઝડપી યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનો સહારો લેતા હોય છે, જેના કારણે અત્યારે ઠગો પણ સક્રિય થયા છે. આ ઠગો લોકોને ફેક વેબસાઇટ, ફેક એજન્સી અને વ્હોટસએપ બુકિંગની દ્વારા છેતરે છે અને રૂપિયા પડાવી લેતા હોય છે.
હેલિકોપ્ટર ટિકિટના નામે થતી છેતરપિંડીથી સાવધાન
મળતી વિગતો પ્રમાણે કેદારનાથ માટે હેલિકોપ્ટર ટિકિટ માત્ર અને માત્ર આઈઆરસીટીસીની ઑફિશિયલ હેલિ‑યાત્રા વેબસાઇટ https://heliyatra.irctc.co.in પર જ બુક કરી શકાય છે. આ પોર્ટલ સિવાય કોઈ પણ એજન્ટ, વેબસાઇટ કે સોશિયલ‑મીડિયા પેજ પર આપેલી બુકિંગ કડક પ્રતિબંધિત છે અને તેને સરકાર તરફી અધિકૃત ગણવામાં આવતી નથી. આ જ કારણે અનેક યાત્રાળુઓને હેલી‑યાત્રાની નકલી સાઇટ અથવા ફેક ટ્રાવેલ એજન્સીના નામે ઓનલાઇન પેમેન્ટ કરાવીને છેતરાયેલા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
વ્યક્તિગત માહિતી કોઈની પણ સાથે શેર ના કરવી
પોલીસ અને ચાર ધામ સંસ્થાઓની સૂચના મુજબ હેલિકોપ્ટર ટિકિટ માટે ક્યારેય પણ આઈઆરસીટીસી પોર્ટલ સિવાય કોઈ નંબર અથવા લિંક પર પેમેન્ટ કરશો નહીં. ટિકિટની કોઈપણ બુકિંગ પછી ટાઇમ‑સ્ટેમ્પ સાથે સ્ક્રીન‑શોટ અને ઈ‑મેલ‑કન્ફર્મેશન સુરક્ષિત રાખવું જરૂરી છે. જો કોઈ એજન્ટ, ગાઈડ અથવા રિસોર્ટ વ્યવસ્થાપક ઓફલાઈન પેમેન્ટ કે કેશ ડીલ કરવાનું દબાણ કરે તો તરત જ સ્થાનિક પોલીસ અથવા ચાર ધામ તંત્રને જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
🚨 सावधान! केदारनाथ हेली सेवा के नाम पर ठगी 🚨
— Rudraprayag Police Uttarakhand (@RudraprayagPol) April 1, 2026
'पवन हंस' के नाम पर फेसबुक पर चल रहे फर्जी विज्ञापनों से बचें। साइबर ठगों के झांसे में न आएं!
🛑 अनजान नंबरों पर कॉल या व्हाट्सएप बुकिंग न करें।
🛑 अग्रिम भुगतान (Advance Payment) करने से बचें। pic.twitter.com/T00mQbetDZ
આકર્ષક ઓફર આપતા કોલ આવે તો સાવધાન
આ સાથે ખાસ ધ્યાન રાખો કે, VIP ક્વોટા અથવા છેલ્લી ઘડીનું બુકિંગ જેવી આકર્ષક ઓફર આપતા કોલ આવે તો સાવધાન રહેવું. એટલું જ નહીં પરંતુ આ નંબરોને તાત્કાલિક બ્લોક કરી દેવા જોઈએ. જો કોઈ સાયબર છેતરપિંડીનો ભોગ બને છે, તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર કૉલ કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. વહીવટીતંત્રે ભક્તોને સતર્ક રહેવા અપીલ કરી છે.