Tue Oct 06 2026

Logo

કેટરિના કૈફે 'બોડી શેમિંગ' મુદ્દે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબઃ હવે સુંદરતાની વ્યાખ્યા બદલાઈ ગઈ...

2026-09-18 15:15:48
Author: Mumbai Samachar Team
કેટરિના કૈફે 'બોડી શેમિંગ' મુદ્દે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબઃ હવે સુંદરતાની વ્યાખ્યા બદલાઈ ગઈ...

Katrina Kaif & Vicky Kaushal


મુંબઈઃ કેટરિના કૈફ હાલમાં પોતાના બોડી શેમિંગને લઈને ચર્ચામાં છે. પ્રેગ્નન્સી પછી વધી ગયેલા વજનને કારણે એને ટ્રોલ કરવામાં આવી રહી છે. નવેમ્બર 2025માં સંતાન વિહાનનું સ્વાગત કર્યા બાદ ફિલ્મમાંથી થોડા સમય માટે દૂર થઈ હતી. તાજેતરમાં ગણેશોત્સવ દરમિયાન તે જોવા મળી હતી. 

પહેલીવાર પબ્લિકમાં આવતા સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ એના વધી ગયેલા વજન બદલ ટ્રોલ કરી હતી. વિહાનના આવ્યા પહેલાની તસવીર અને આવ્યા પછીની તસવીર શૅર કરીને વજન તેમજ લૂક પર કોમેન્ટ કરી હતી. અલી ઝફર, સોનાલિકા ભદૌરિયા અને શિવાલિકા જેવા સ્ટાર એના સપોર્ટમાં ઊતર્યા હતા. માતા બન્યા પછી એની સ્કિનમાં આવેલા પરિવર્તન અને દેખાવને લઈને તે શું વિચારે છે એ વિચારને શબ્દો આપી દીધા છે. 

એક્ટ્રેસે કહ્યું કે, સુંદર દેખાવવાનો અર્થ માત્ર સારા દેખાવવાનો નથી. ખુદને અંદરની બેસ્ટ મહેસુસ કરવાનો છે. એક મીડિયા મુલાકાતમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, પ્રેગ્નન્સી પછી સ્કિનમાં આવેલા ફેરફારમાં મારી સ્કિન વધારે સેન્સિટિવ થઈ ગઈ હતી. એ સમય મારા માટે ખૂબ જ મુશ્કેલીથી ભરેલો હતો, કારણ કે મારે સમજવાનું હતું કે, કઈ પ્રોડક્ટ મારી સ્કિન માટે બેસ્ટ છે. હું એક એવી પ્રોડક્ટની શોધમાં હતી જે મારી સ્કિનને રિલેક્સ કરી દે. સોફટ અને તાજગીથી ભરી દે.

બોલીવુડમાં આવ્યા બાદ સૌથી વધારે બ્યૂટીફૂલ દેખાવવાનો અર્થ હવે ઘણો બદલાઈ ગયો છે. જ્યારે મેં મોડલિંગ અને એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી એ સમયે ખૂબસુરતીના સ્ટાન્ડર્ડને લઈ ઘણા સ્ટિરિયોટાઈપ હતા. હવે મારા માટે સુંદર દેખાવવાનો અર્થ અંદરથી સારૂ ફીલ થાય એ અને પોતાની કેર કરવાનો છે. અત્યારે એ સમય છે જ્યારે તમારે હેલ્ધી ડાયેટ લેવું જોઈએ. શરીરમાં જે કોઈ ફેરફાર થઈ રહ્યા હોય એને પણ કંટ્રોલમાં રાખવા જોઈએ. 

આત્મવિશ્વાસ આપોઆપ બાહરથી આવશે
શરીરની સાથે મનને પણ એક્ટિવ રાખવાનું છે. મેડિટેશન કરવાનું છે. સવારના સમયે એક કલાક સુધી ફોનથી દૂર રહેવાનું અને સવારે ઊઠીને નેચરલ ડાયટ કરવાનું. આ તમામ વસ્તુઓથી મને ઘણો ફર્ક પડ્યો છે અને આ વસ્તુઓ મને અસર કરી રહી છે.  આની અસર મારી સ્કિન પર દેખાય છે. હું એવું માનું છું કે, જ્યારે તમે અંદરથી હેલ્ધી મહેસુસ કરો છો એ સમયે તમારો આત્મવિશ્વાસ આપોઆપ બાહર આવી જાય છે. 

અંબાણી પરિવારના ગણેશોત્સવમાં જોવા મળેલી કેટરિના પહેલીવાર વિહાનના જન્મ બાદ કોઈ મોટા ફંક્શનમાં આવી હતી. આ પછી એની પહેલી ઝલક સામે આવતા લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. પણ ટ્રોલર્સ અને ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયા પર તલવારો ખેંચાઈ ગઈ હતી. કોઈ આને નેચરલ ચેન્જ કહી રહ્યા હતા તો કોઈ ફરી એક્ટિવ થવા માટે સલાહ આપી રહ્યા હતા.