Sat Oct 17 2026

Logo

જે કેટરિના કૈફના ડાન્સના આજે લાખો ફેન્સ છે, એને કોઈએ કહી દીધુ હતું કે, 'તમે ડાન્સમાં ઝીરો છો'

2026-09-11 22:56:33
Author: Mumbai Samachar Team
જે કેટરિના કૈફના ડાન્સના આજે લાખો ફેન્સ છે, એને કોઈએ કહી દીધુ હતું કે, 'તમે ડાન્સમાં ઝીરો છો'

મુંબઈઃ એક્શન સિક્વન્સમાં દમદાર પંચ મારીને અલગ અંદાજ પીરસી ચૂકેલી કેટરિના કૈફ એક સમયે ડાન્સમાં ખૂબ જ નબળી હતી. અત્યારે એકથી એક ચડિયાતા ડાન્સ સ્ટેપ કરીને બેસ્ટ પર્ફોમ કરતી કેટરિનાએ દમદાર ડાન્સ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. એક સમય એવો હતો જ્યારે કેટરિનાને ડાન્સ બિલકુલ આવડતો ન હતો. બ્યૂટીની સાથે પોતાની એક્ટિંગથી પણ તે ફેન્સના દિલ જીતી લે છે. એના ડાન્સ મુવ્ઝ આજે પણ એક આઈકોનિક સ્ટેપ તરીકે ઓળખાય છે. પણ કેટરિના જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવી એ સમયે એટલી સારી ડાન્સર ન હતી. એ સમયે તેને ડાન્સમાં તુ ઝીરો છો અને ડાન્સ બિલકુલ ન કરવા માટેની વણમાગી સલાહ આપી દીધી હતી. 

કેટરિના અંગે કર્યો મોટો ખુલાસો
હાલમાં કોર્યોગ્રાફર બોસ્કોએ પોતાની વાતમાં કેટરિના અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, 'શીલા કી જવાની' ગીત કેટકિનાના કરિયર માટે ગેમ ચેન્જર સાબિત થયું છે. આ વાત પર સહમતી વ્યક્ત કરતા ફરાહ ખાને કહ્યું કે, એ સમયે કોઈને ખ્યાલ ન હતો કે, કેટરિના ખરેખર ખૂબ સારો ડાન્સ કરી શકે એમ છે. બોસ્કોએ ઉમેર્યું કે, ડાન્સ શીખવા માટે કેટરિનાએ પણ ખરેખર ખૂબ જ મહેનત કરી છે. પોતાના દરેક સ્ટેપ પર ખૂબ જ બારિકીથી કામ કર્યું છે. બોસ્કોએ જ એને કહી દીધું હતું કે, એમનાથી ડાન્સ નહીં થાય અને ડાન્સ કરવાનું છોડી દેવું જોઈએ.

આ વાત કેટરિનાના મનમાં ચોંટી ગઈ હતી પછી તેણે પોતાના પર કામ કરવાનું ચાલું કર્યં અને ડાન્સ શીખવાનું ચાલું કર્યું હતું. ફરાહ ખાને કહ્યું કે, કેટરિના ડાન્સમાં ઝીરો તો બિલકુલ નહીં હોય પણ તે 4 કે 5માં ક્રમની ડાન્સર તરીકે રહી હશે. પણ 'શીલા કી જવાની' ગીત આવ્યા બાદ એનું સ્ટેટસ મોટું થયું અને આઈકોનિક બની ગઈ. 'ચિકની ચમેલી' અને 'કાલા ચશ્મા' જેવા ગીતમાં દમદાર સ્ટેપ આપીને કેટરિનાએ ડાન્સમાં પણ સારી એવી ગ્રીપ મેળવી લીધી છે.  

ઓછા બજેટનું ગીત સુપરહિટ થયું
'શીલા કી જવાની' ગીત ખૂબ ઓછા બજેટમાં પુરૂ થઈ ગયું હતું. આ માટે કેટરિના અને માત્ર દસ જ બેગ્રાઉન્ડ ડાન્સર રહ્યા હતા. વર્ષ 2010માં આવેલી ફિલ્મ 'તીસ માર ખા'નું આ ગીત સૌથી વધારે વાયરલ એ સમયે થયું  હતું. પોપ્યુલર પણ થયું હતું. આ ગીત સુનિધી ચૌહાણે ગાયુ હતુ જ્યારે મ્યુઝિક વિશાલ એન્ડ શેખરે આપ્યું હતું. શાનદાર કોરિયોગ્રાફી અને ડાન્સમુવે કેટરિનાને પોપ્યુર કરી દીધી તથા ગીત સુપરહિટ સાબિત થયું. એ પછી 'ચિકની ચમેલી'  જેવા ગીતથી તે બેસ્ટ ડાન્સમુવ કરી શકે છે આ વાત પુરવાર થઈ હતી. ફરાહ ખાનના પોડકાસ્ટમાં બોસ્કો સાથે એકથી એક બેસ્ટ વાતો થઈ હતી. આ સિવાયના કેટલાય મુદ્દાઓ પર બન્નેએ વિસ્તારથી વાતો કરી હતી. ફરાહ ખાન આ રીતે ઘણીવાર પોતાના જાણીતા ડાન્સર સાથે વાત કરે છે. બોલિવૂડના કલાકારો સાથે દિલ ખોલીને વાત કરે છે.