દેશભરમાં આજે સુહાગણો પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે કરવા ચોથનું પાવન વ્રત કરી રહી છે. ધાર્મિક આસ્થાની સાથે સાથે 29મી ઑક્ટોબર, 2026ની આજની કરવા ચોથ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અત્યંત શુભ અને દુર્લભ બની રહી છે. હાલમાં તુલા રાશિમાં બુદ્ધિના કારક બુધ અને ધન-વૈભવના દાતા શુક્ર ની યુતિ થતાં અતિ શુભ ગણાતો ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ રચાયો છે.
જ્યોતિષીય ગણતરી મુજબ, આ રાજયોગ આર્થિક સમૃદ્ધિ, ભૌતિક સુખ-સુવિધાઓ અને વેપારમાં વૃદ્ધિ કરાવનારો માનવામાં આવે છે. આ સંયોગથી વર્ષોથી અટકેલાં કાર્યો પાર પડશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે.
શું છે લક્ષ્મી નારાયણ યોગ અને તેનું મહત્વ?
વૈદિક જ્યોતિષમાં જ્યારે બુધ અને શુક્ર કોઈ એક રાશિમાં સાથે બિરાજમાન થાય ત્યારે 'લક્ષ્મી નારાયણ યોગ'નું નિર્માણ થાય છે. બુધ ગ્રહ વાણી, વેપાર, બુદ્ધિ અને સચોટ નિર્ણયશક્તિને પ્રભાવિત કરે છે, જ્યારે શુક્ર ભૌતિક ઐશ્વર્ય, પ્રેમ અને ધન-સંપત્તિનો કારક છે. આ બંને ગ્રહોની અનુકૂળ સ્થિતિથી વેપારમાં બમ્પર નફો અને નાણાકીય મોરચે અણધાર્યા લાભના યોગ બને છે. જોકે, વાસ્તવિક પરિણામ વ્યક્તિની જન્મકુંડળીમાં ચાલતી દશા-મહાદશા પર પણ આધાર રાખે છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે...
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આ રાજયોગ આર્થિક મોરચે શ્રેષ્ઠ પરિણામ લાવશે. આવકમાં વધારો અને બચતના પ્રયાસો સફળ થશે. નોકરિયાતોને ઉચ્ચ હોદ્દો કે નવી જવાબદારી મળી શકે છે. વ્યાપારી વર્ગ માટે મોટી ડીલ ફાઈનલ થવાના અને નવા ક્લાયન્ટ્સ જોડાવાના પ્રબળ સંકેતો છે. બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો લાભદાયી રહેશે.
મેષ:
મેષ રાશિના જાતકોને પોતાની ક્ષમતા અને ટેલેન્ટ સાબિત કરવાની સુવર્ણ તક મળશે. ઓફિસમાં તમારી કામગીરીની પ્રશંસા થશે અને લાંબા સમયથી અટકેલા કે પેન્ડિંગ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા થશે. વેપાર-ધંધામાં વિચારીને લીધેલા નિર્ણયો ભવિષ્યમાં મોટો આર્થિક નફો અપાવશે. ઉતાવળિયા નાણાકીય નિર્ણયો લેવાથી બચવું.
તુલા:
તુલા રાશિમાં જ આ યુતિ બની રહી હોવાથી તુલા રાશિના જાતકો માટે આ સમય ગોલ્ડન પિરિયડ સમાન બની રહેશે. નોકરીમાં પ્રમોશન, ઈન્ક્રીમેન્ટ અને નવી શ્રેષ્ઠ તકો મળવાના સંકેત છે. વ્યાવસાયિક સંપર્કોથી મોટો આર્થિક લાભ થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે અને દાંપત્યજીવનમાં મધુરતા વધશે.