Mon Sep 14 2026

Logo

કર્ણાટકમાં ભૂસ્ખલનથી ત્રણ અને કેરલમમાં પૂરથી આઠ લોકોના મોત

2026-08-02 16:34:01
Author: Chandrakant Kanoja
કર્ણાટકમાં ભૂસ્ખલનથી ત્રણ અને કેરલમમાં પૂરથી આઠ લોકોના મોત

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યો સતત વરસાદ, પૂર અને ભૂસ્ખલનની જેવી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે. જેમાં કર્ણાટકમાં ભૂસ્ખલનના લીધે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જયારે કેરલમમાં વરસાદ સબંધી ઘટનાનાઓમાં આઠ લોકોના મોત થયા છે. 

12 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી 

હવામાન વિભાગે  2 ઓગસ્ટના રોજ યુપી અને બિહાર સહિત 12 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં રાજસ્થાન, કેરલમ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. 

કેરલમમાં ભારે વરસાદથી જનજીવનને અસર 

રવિવારે કેરળના મુઝિયાર, કલ્લારકુટ્ટી, એરાટ્ટયાર, લોઅર પેરિયાર, પોરિંગલકુથુ ડેમમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કેરલમમાં ભારે વરસાદથી જનજીવનને અસર થઈ છે.

કેરલમમાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન

કેરલમમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન, પાણી ભરાઈ જતા મિલકતને નુકસાન થયું છે. 27 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને 196  ઘરોને આંશિક નુકસાન થયું છે. રાજ્યભરમાં સ્થાપિત 209  રાહત શિબિરોમાં 5792 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

કર્ણાટકમાં ભૂસ્ખલનથી ત્રણ લોકોના મોત 

આ દરમિયાન કર્ણાટકના શિવમોગાના ઇન્દિરા નગરમાં રવિવારે વહેલી સવારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. જેમાં એક ત્રણ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.