Fri Oct 16 2026

Logo

તૈમુર-જેહ માટે કરીના કપૂરના કડક નિયમો, ફોન-લેપટોપ ઝૂંટવી લઉં છું સામે સેફ રિલેક્સ હોય છે

2026-09-16 08:56:10
Author: Mumbai Samachar Team
તૈમુર-જેહ માટે કરીના કપૂરના કડક નિયમો, ફોન-લેપટોપ ઝૂંટવી લઉં છું સામે સેફ રિલેક્સ હોય છે

મુંબઈઃ બાળકોને મોબાઈલની આદત ન પડે એ માટે દરેક ઘરમાં નાના-મોટા ક્લેશ થતા હોય છે. આ વિષય માત્ર સામાન્ય પરિવારજનોનો જ નથી પણ સેલેબ્સનો પણ બની ગયો છે. આ વિષય પર એક્ટ્રેસ કરીના કપૂરે વાત કહી છે. કરીનાના ખુદના ઘરમાં મોબાઈલ બાળકો પાસેથી છીનવી લેવો પડે એ સ્થિતિ અંગે કરીનાએ વાત કહી છે. કરીના ઘણીવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. દીકરા તૈમુર અને જેહને લઈ તે અનેકવાર વાત કહી ચૂકી છે. એક્ટ્રેસ એવી પણ સ્પષ્ટતા કરી ચૂકી છે કે, બાળકોના ઉછેરને લઈને તે થોડી કડક છે, જ્યારે સૈફનું વલણ થોડું રીલેક્સ છે. તાજેતરમાં કરીનાએ એક ખાસ મુલાકાતમાં પોતાના બાળકોના સ્ક્રિન ટાઈમને લઈને દિલ ખોલીને વાત કહી હતી. 

ફોન ઝૂંટવી લેવો પડે

કરીના બાળકોના સ્ક્રિન ટાઈમ અને ડિજિટલ દુનિયાના એક્સેસને લઈને ખૂબ કડક છે. તૈમુર અને જેહના ફોન તથા લેપટોપનો ઉપયોગ ખૂબ મર્યાદિત છે. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, તૈમુર કે જેહ બન્નેમાંથી કોઈ પાસે ફોન નથી, એક ફોન તૈમુરની કેર કરતી એ લેડી પાસે રહે છે. જેને તે પોતાનો કહે છે. હું ઘણીવાર એને કહું છું કે, આ તેનો ફોન નથી. બાળકોના ડિજિટલ એક્સેસને લઈ હું ઘણી સ્ટ્રિક્ટ છું. સમગ્ર ડિજિટલ વસ્તુઓને લઈને વધારે પરેશાન રહું છું. એ ઘણીવાર મને કહે છે કે, તમે અને પપ્પા તો વારંવાર ફોન પર વાત કરો છો. તેઓ આખો દિવસ ગેમ રમી રહ્યા હોય ત્યારે એના હાથમાંથી ફોન ઝૂંટવી લેવો પડે છે. મારી અવારનવાર ખૂબ જ ચર્ચા થાય છે. દલીલો થાય છે. સૈફને પણ લાગે છે કે, બાળકોના સ્ક્રિન ટાઈમિંગને લઈ હું જરૂરિયાત કરતા વધારે કડક છું. એને પણ એવું લાગે છે કે, હું પરેશાન કરી નાખે એવી મા છું. સેફ ઘણીવાર મને રીલેક્સ રહેવા માટે કહે છે. પણ મને એવું લાગે છે કે, બાળકોના સ્ક્રિન ટાઈમિંગને લઈ હું ખૂબ કડક છું. 

AIને લઈ કહી મહત્ત્વની વાત

એક્ટ્રેસે મસ્તીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, બાળકોને લઈ એક એવી વાત છે કે, જેના પર ખૂબ જ ચર્ચા થાય છે. દલીલ થાય છે. હું લાંબા સમય સુધી બાળકોના સ્ક્રિન ટાઈમિંગને મિનિમાઈઝડ કરવા ઈચ્છું છું. હું એમને કોઈ ડિજિટલ દુનિયા સાથે જોડવા માગતી નથી. હું માનું છું કે, બદલતા સમય સાથે ચાલવું જોઈએ. પણ હું એવું નથી ઈચ્છતી કે, બાળકોને ઓછી ઉંમરમાં વધારે પડતી ટેક્નોલોજીના સંપર્કમાં આવે. બાળકો પર AIની ઈફેક્ટને લઈ ચિંતા છે. પણ એના કેટલાક પાસા મને પણ પરેશાન કરે છે. મને એવું લાગે છે કે, ટેક્નોલોજીનો ઉપયોગ કરવો સારો છે પણ બેલેન્સ હોવું જોઈએ. કેટલીક વસ્તુઓના ડાયરેક્ટ ઉપયોગ પર રોક હોવી જોઈએ. AI ટેક્નોલોજીનો ઉપયોગ સારા અને ફાયદાના ઉપયોગ માટે પોઝિટિવ રીતે પણ કરી શકાય છે. કરીના પોતાની નવી ફિલ્મ દાયરામાં એક પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ હૈદરાબાદની એક સત્યઘટનાથી પ્રેરિત છે. ફિલ્મ મેઘના ગુલઝારે બનાવી છે જેમાં પૃથ્વીરાજ સુકુમારન પણ લીડ રોલમાં છે.  કરીના અને પૃથ્વીરાજ બન્ને પોલીસ ઓફિસરનું પાત્ર પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મ 18મી સપ્ટેમ્બરના રોજ થિયટર્સમાં રિલીઝ થવાની છે. આ જ ફિલ્મની સામે કૃણાલ ખેમુની નવી ફિલ્મ વાઈબ આવી રહી છે. બન્ને ફિલ્મની ટક્કર બોક્સ ઓફિસ પર થશે.,