Mon Oct 12 2026

Logo

જેએસડબ્લ્યુ એનર્જીની કાર્યકારી ક્ષમતા 15 ગિગા વૉટ સુધી પહોંચી

2026-09-04 19:53:47
Author: Ramesh Gohil
જેએસડબ્લ્યુ એનર્જીની કાર્યકારી ક્ષમતા 15 ગિગા વૉટ સુધી પહોંચી

નવી દિલ્હીઃ જેએસડબ્લ્યુ એનર્જીએ આજે જણાવ્યું હતું કે કંપનીની કુલ કાર્યકારી ક્ષમતા 15 ગિગા વૉટ સુધી પહોંચી છે, જેમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો 60 ટકા જેટલો છે. 

કંપનીની કુલ 15,025 ગિગા વૉટની ક્ષમતા પૈકી 9067 મેગાવૉટ હિસ્સો રિન્યુએબલનો છે. જેમાં 3125 મેગાવૉટ પવન ઊર્જા, 2426 મેગાવૉટ સૌર ઊર્જા, 1735 મેગાવૉટ હાઈબ્રિડ ઊર્જા અને 1781 મેગાવૉટ હાઈડ્રો પાવરનો સમાવેશ થાય છે, જ્યારે કંપનીના થર્મલ પાવરનો પોર્ટફોલિયો 5958 મેગાવૉટનો હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ 2027માં કંપની તેની ગ્રીનફિલ્ડ ક્ષમતામાં ત્રણ ગિગા વૉટનો વધારો કરવાની દિશામાં આગળ વધી રહી છે અને અત્યાર સુધીમાં 42 ટકા લક્ષ્યાંક હાંસલ થઈ ગયો છે.