Thu Nov 19 2026

Logo

આઈપીઓ લિસ્ટિંગ કર્યા બાદ આ ક્યાં પહોંચ્યો આખો અંબાણી પરિવાર, વીડિયો થયો વાઈરલ...

2026-10-28 20:48:16
Author: Darshana Visaria
આઈપીઓ લિસ્ટિંગ કર્યા બાદ આ ક્યાં પહોંચ્યો આખો અંબાણી પરિવાર, વીડિયો થયો વાઈરલ...

રિલાયન્સ ગ્રૂપની અગ્રણી ટેલિકોમ અને ડિજિટલ કંપની 'જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ'ના આઈપીઓનું 21 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયા બાદ આખો અંબાણી પરિવાર મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન કરવા પહોંચ્યો હતો એ સમયના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ સમયે પરિવારની સાદગી અને શ્રદ્ધા નેટિઝન્સના દિલ જિતી રહ્યા છે.  

આઈપીઓ લિસ્ટિંગ સમયે સ્ટોક એક્સચેન્જ પર આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ પરંપરાગત ઘંટ વગાડીને લિસ્ટિંગ સેરેમની પૂર્ણ કર્યા બાદ, આખો અંબાણી પરિવાર આ ભવ્ય સફળતા બદલ ગણપતિ બાપ્પાનો આભાર માનવા અને આશીર્વાદ લેવા શ્રી સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યો હતો. મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરતી અંબાણી પરિવારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં પરિવારના સભ્યોની સાદગી અને અંબાણી લેડીઝના શાહી લૂકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by yogen shah (@yogenshah_s)

લિસ્ટિંગ સેરેમનીમાં અનંતના ભાષણથી પિતા મુકેશ અંબાણી થયા ભાવુક

લિસ્ટિંગ સેરેમનીની ઐતિહાસિક ક્ષણ સમયે સ્ટેજ પર મુકેશ અંબાણી, નીતા અંબાણી, કોકિલાબેન અંબાણી, આકાશ, ઈશા, અનંત, શ્લોકા મહેતા તેમ જ પરિવારના તમામ બાળકો હાજર રહ્યા હતા. લિસ્ટિંગ દરમિયાન અનંત અંબાણીએ જિયોની સફર અને દેશભરના ગ્રાહકોના વિશ્વાસને યાદ કરતાં કહ્યું કે, આખા દેશે જિયોને દુઆઓ આપી છે. પુત્ર અનંતનું આ દિલસ્પર્શી ભાષણ સાંભળીને પિતા મુકેશ અંબાણી અત્યંત ભાવુક થતા જોવા મળ્યા હતા.

સિદ્ધિવિનાયક મંદિરમાં વિશેષ પૂજા

સફળ લિસ્ટિંગ બાદ અંબાણી પરિવારે સિદ્ધિવિનાયક મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી. વાઈરલ થઈ રહેલાં વીડિયો અને ફોટોમાં મંદિરના પૂજારીઓ મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા, આકાશ અને શ્લોકાને એક પછી એક તિલક લગાવતા નજરે પડે છે. મુકેશ અંબાણી અને અનંત અંબાણી બાપ્પાના ચરણે અર્પણ કરવા માટે એક મોટો પુષ્પગુચ્છ પકડીને જોવા મળ્યા હતા. મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે મુકેશ અંબાણી પોતાની દીકરી ઈશા અંબાણી સાથે જ્યારે અનંત અંબાણી પોતાની માતા નીતા અંબાણીનો હાથ પકડીને સ્નેહપૂર્વક ચાલતા જોવા મળ્યા હતા.

શ્લોકા મહેતાની સાદગીએ જીત્યા દિલ 

અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા ઓફ-વ્હાઈટ કલરના ચિકનકારી અનારકલી સૂટમાં અત્યંત સૌમ્ય દેખાતી હતી. તેણે ગળામાં મંદિરનો મેજેન્ટા કલરનો પટકો ધારણ કર્યો હતો. શ્લોકાએ પોતાની વહાલી દીકરી વેદાને તેડી રાખી હતી, જે સફેદ રંગના ફ્રોકમાં ક્યૂટ લાગતી હતી. શ્લોકાના આ સાદગીભર્યા અંદાજના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે. નીતા અંબાણી સફેદ રંગની રોયલ સાડીમાં જોવા મળ્યા હતા, જેના પર આકર્ષક વાદળી રંગની બોર્ડરનું વર્ક હતું. જ્યારે ઈશા અંબાણી રેડ કલરના મોનોક્રોમેટિક એથનિક લૂકમાં અત્યંત સુંદર લાગતી હતી.

વાત કરીએ આકાશ અંબાણીના લૂકની તો પિનસ્ટ્રાઈપ સૂટમાં અને જ્યારે અનંત અંબાણી બ્લેક સૂટ-વ્હાઈટ શર્ટના ફોર્મલ લૂકમાં ડેશિંગ લાગતા હતા. જોકે, આ પ્રસંગે અનંતની પત્ની રાધિકા અંબાણી ગેરહાજર રહી હતી, જ્યારે ઈશા અંબાણી પોતાના પતિ આનંદ પીરામલ અને બાળકો સાથે ઉપસ્થિત હતી.