Mon Nov 16 2026

Logo

‘જેલર 2’નો બોક્સ ઓફિસ પર જલવો! 3 દિવસમાં વિશ્વભરમાં કમાણી 317 કરોડને પાર, વિજયની ‘રાણાબાલી’ના કેવા છે હાલ?

2026-10-18 10:46:00
Author: Mumbai Samachar Team
‘જેલર 2’નો બોક્સ ઓફિસ પર જલવો! 3 દિવસમાં વિશ્વભરમાં કમાણી 317 કરોડને પાર, વિજયની ‘રાણાબાલી’ના કેવા છે હાલ?

મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંતની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘જેલર 2’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરીને રિલીઝના માત્ર ત્રણ દિવસમાં વિશ્વભરમાં ₹317 કરોડથી વધુની કમાણી કરી છે. નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં બનેલી આ એક્શન ડ્રામા ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘રાણાબલી’ પણ સિનેમાઘરોમાં ચાલી થઈ છે, પરંતુ કમાણીની રેસમાં તે રજનીકાંતની ફિલ્મ કરતાં ઘણી પાછળ રહી ગઈ છે.

અહેવાલો અનુસાર, ‘જેલર 2’એ 15 ઓક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થતાં જ શાનદાર શરૂઆત કરી હતી. આ ફિલ્મેના ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં ફરી ઉછાળો આવ્યો હતો અને તેણે ₹47.80 કરોડની નેટ કમાણી કરી હતી. આમ, ત્રણ દિવસમાં ફિલ્મની ભારતની કુલ નેટ કમાણી ₹144.60 કરોડ અને ગ્રોસ કમાણી ₹169.65 કરોડ થઈ હતી. ત્રીજા દિવસની કમાણીમાં તમિલ વર્ઝનનો સૌથી મોટો ફાળો રહ્યો હતો. ફિલ્મે શનિવારે ભારતમાં કુલ 14,604 શોમાંથી ₹47.80 કરોડની નેટ કમાણી કરી હતી. 

બીજી તરફ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘રાણાબાલી’એ 16 ઓક્ટોબરે સિનેમાઘરોમાં પ્રવેશ કર્યો હતો. લગ્ન બાદ આ બંને કલાકારોની સાથે આવેલી આ પ્રથમ ફિલ્મ છે. રાહુલ સાંકૃત્યાયનના નિર્દેશનમાં બનેલી આ પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મની વાર્તા 1876થી 1878 દરમિયાન મદ્રાસ વિસ્તારમાં પડેલા દુષ્કાળ અને બ્રિટિશ શાસનકાળની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. બીજા દિવસે ભારતમાં તેની નેટ કમાણી ₹7.30 કરોડ રહી હતી. આમ, બે દિવસમાં ભારતની કુલ નેટ કમાણી ₹16.55 કરોડ અને વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન ₹26.65 કરોડ થયું હતું.

‘રાણાબલી’માં વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ઉપરાંત આર્નોલ્ડ વોસ્લૂ સહિતના કલાકારો પણ જોવા મળે છે. ફિલ્મને શરૂઆતમાં દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે ‘જેલર 2’એ તેની તુલનામાં અનેકગણી વધુ કમાણી કરીને બોક્સ ઓફિસ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. રજનીકાંતની ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી ₹317 કરોડને પાર થતાં ફિલ્મે શરૂઆતના ત્રણ દિવસમાં જ મોટી સફળતા મેળવી છે.