Fri Oct 16 2026

Logo

IRCTCએ બનાવ્યો નવો રેકોર્ડ, એક દિવસમાં 20 લાખથી વધુ ટિકિટ બુક; જાણો કેવી રીતે થયો કમાલ

2026-09-12 15:14:43
Author: Mumbai Samachar Team
IRCTCએ બનાવ્યો નવો રેકોર્ડ, એક દિવસમાં 20 લાખથી વધુ ટિકિટ બુક; જાણો કેવી રીતે થયો કમાલ

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડિયન રેલવેની ઓનલાઇન ટિકિટ બુકિંગ સેવા IRCTC એ એક દિવસમાં 20 લાખથી વધુ ટિકિટ બુક કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. IRCTCના અનુસાર 7 સપ્ટેમ્બર 2026 એ કુલ 20,06,353 ટિકિટ બુક કરવામાં આવી. તહેવારોની સીઝનમાં એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) હેઠળ વધેલા બુકિંગને આ રેકોર્ડનું એક મોટુ કારણ ગણાવાઇ રહ્યું છે. આના એક દિવસ પહેલા એટલે કે 8 સપ્ટેમ્બરે પણ લગભગ 19.50 લાખ ટિકિટ બુક કરવામાં આવી હતી.

ગયા વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો 

IRCTCના અનુસાર ગત વર્ષે એક દિવસમાં સૌથી વધુ અંદાજે 18.40 લાખ ટિકિટ બુક થઇ હતી. આ વખતે 20 લાખનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.  

89% રિઝર્વ ટિકિટ ઓનલાઈન બુક

IRCTCના આંકડા મુજબ, હવે માત્ર 11% જેટલી જ રિઝર્વ ટિકિટ ઓફલાઈન બુક થઈ રહી છે, જ્યારે 89% ટિકિટ ઓનલાઈન બુક થઈ રહી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે મુસાફરો વચ્ચે ઓનલાઈન ટિકિટ બુકિંગ ઝડપથી વધી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર 
નવા સર્વરથી વધી સિસ્ટમની ક્ષમતા

IRCTCનું કહેવું છે કે ટિકિટ બુકિંગ સિસ્ટમને મજબૂત કરવા માટે જૂના સર્વર હટાવીને નવા સર્વર લગાવવામાં આવ્યા છે. આ સિવાય 15 જુલાઈ 2026થી નવું બીટા ઈન્ટરફેસ (Beta Interface) પણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં સ્લીપર, AC 3 ટાયર અને AC 2 ટાયર જેવી કેટેગરીમાં સીટોની ઉપલબ્ધતા એક જ સ્ક્રીન પર દેખાય છે. આનાથી મુસાફરો માટે ટિકિટ બુક કરવાનું સરળ બન્યું છે.

એજન્ટોના બુકિંગ પર નવા નિયમો

IRCTC અનુસાર, અધિકૃત એજન્ટ જેમ કે YTSK અને RTSA સવારે 8 વાગ્યાથી 8:10 વાગ્યા સુધી ARP ટિકિટ બુક કરી શકશે નહીં. તો, 12 ઓક્ટોબર 2025થી ઓપનિંગ ARP વિન્ડોમાં ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફાઈડ (Aadhaar Verified) યુઝર હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

નકલી ID પર પણ કાર્યવાહી

IRCTCએ ટિકિટોના ગેરકાયદેસર બુકિંગને રોકવા માટે નકલી યુઝર ID પર પણ કાર્યવાહી કરી છે. IRCTCના દાવા મુજબ, અત્યાર સુધીમાં 3.04 કરોડ યુઝર ID બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 6.33 કરોડ IDને રી-વેલિડેશન માટે મોકલવામાં આવ્યા છે.