કુવૈત સીટી: યુએસ-ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાને કારણે શરુ થયેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે, બંને તરફથી છૂટક હુમલા થઇ રહ્યા હોવાના અહેવાલ છે. એવામાં ઇરાને દાવો કર્યો હતો કે તેણે કુવૈતમાં યુએસના એક F-15 ફાઇટર જેટને તોડી પાડ્યું છે, સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, આ વિડીયો કુવૈતનો છે. વિડીયોમાં જોવા મળે છે કે એક ફાઇટ જેટ આકાશમાંથી નીચે પડી રહ્યું છે, જેમાં આગ લાગેલી છે અને ધુમાડો નીકળી રહ્યો છે, આ ફાઈટર જેટ F-15 હોવાનું જણાઇ રહ્યું છે. અહેવાલ મુજબ ફાઈટર જેટના બંને પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, અને પેરાશૂટની મદદથી જમીન પર ઉતર્યા હતાં.
A US F-15 fighter jet crashes in Kuwait; possibly shot down.
— Press TV 🔻 (@PressTV) March 2, 2026
Follow https://t.co/B3zXG73Jym pic.twitter.com/p2ItA2NvWR
સત્તાવાર નિવેદનની રાહ:
જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ ફાઈટર જેટ યુએસનું હતું કે ઈઝરાયલનું. નોંધનીય છે કે ઈઝરાયલી એર ફોર્સ પાસે પણ F-15 ફાઈટર જેટ છે. યુએસ કે ઇઝરાયલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવર નિવેદન આપવામાં આવ્યું નથી, કુવૈતના સ્થાનિક અધિકારીઓ તરફથી પણ હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. વિમાન કોઈ મિશન પર હતું કે માત્ર તાલીમ માટે ઉડાન ભરી હતી એ પણ હજુ સ્પષ્ટ નથી.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે સુપ્રીમ લીડર આયાતુલાલાહ ખામેની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે, ઈરાન કુવૈત, બહેરીન અને યુનાઇટેડ આરબ અમીરાતમાં આવેલા યુએસ મીલીટરી બેઝ પર મિસાઇલો અને ડ્રોન વડે વધુ ઘાતક હુમલા કરી શકે છે