તેહરાન/નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર મૂકાયેલા કડક નિયંત્રણો વચ્ચે ભારત માટે આશાનું કિરણ સામે આવ્યું છે. ઈરાને ભારતના જહાજો માટે આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ખુલ્લો કરવાની જાહેરાત કરી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર મૂકવામાં આવેલા કડક પ્રતિબંધોને વચ્ચે ભારતને ઈરાનવતીથી સૌથી મોટી આર્થિક રાહત મળી છે. ઈરાનએ ભારત, ચીન, ઈરાક અને કતારને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગમાંથી અવરજવર કરવા માટે વિશેષ છૂટ આપી છે.
હોર્મુઝમાંથી પસાર થવાનો સુરક્ષિત રુટ
ઈરાનના આ નિર્ણયને કારણે વૈશ્વિક ઊર્જા સંકટ અને સપ્લાય ચેનને થનારી સંભવિત નકારાત્મક અસરોની વચ્ચે ભારતમાં તેલ અને સહિત અન્ય જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા માટે હવે સુરક્ષિત રુટ મળ્યો છે.
ઈરાનની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ કમિટીના ડેપ્યુટી ચેરમેન અમીર હયાત મોકદ્મના નિવેદન અને રાજકીય વર્તુળોએ જણાવ્યું છે કે તેહરાને અમુક વ્યૂહાત્મક ભાગીદારોને આ પ્રતિબંધોથી અલગ રાખ્યા છે, જ્યાં કતારને મફતમાં અવરજવર કરવામાં છૂટ આપી છે, જ્યારે ભારત અને ચીન માટે ટ્રાન્ઝીટ ફી અને વિશેષ વ્યૂહાત્મક સમજૂતી અન્વયે આ કોરિડોર ખોલવામાં આવ્યો છે. ઈરાન આ છૂટના બદલે ભારત પાસેથી જરુરી દવાનો પુરવઠો અને વ્યૂહાત્મક સહયોગની અપેક્ષા રાખી રહ્યું છે.
ઈરાનની જાહેરાતને કારણે ભારતને સૌથી મોટી રાહત મળી શકે છે, કારણ કે તેલ અને ગેસનો પુરવઠો વિના અવરોધ આવી શકે છે. મોટા ભાગની ઈમ્પોર્ટ હોર્મુઝ થઈને આવે છે, તેથી ઈરાનનું આ પગલું ભારત માટે સૌથી મહત્ત્વનું માનવામાં આે છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ઈરાને હોર્મુઝનો રસ્તો બંધ કર્યો હતો.
અહીં એ જણાવવાનું કે હોર્મુઝના રસ્તે થઈ રહેલી પરેશાનીઓને કારણે ભારતની તેલ કંપનીઓ અમેરિકા સહિત અન્ય બીજા દેશો પાસેથી તેલ અને ગેસ ઈમ્પોર્ટ કરી રહી છે, જ્યારે ડિસ્ટન્સ વધુ હોવાથી ઓઈલ કંપનીઓને પણ વધારે પૈસા આપવા પડે છે. આ જ કારણથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, ઈરાનના નિર્ણયથી આગામી દિવસોમાં વધુ રાહત થઈ શકે.