કેલિફોર્નિયા Appleના નવા iPhoneને લઈને લૉન્ચ પહેલાં જ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને iPhone 18 Pro અને iPhone 18 Pro Maxના કલર ઓપ્શનને લઈને નવી માહિતી સામે આવી છે. એપલના સત્તાવાર ઇવેન્ટના થોડા કલાકો પહેલાં એક નાનો વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે, જેમાં કથિત રીતે બંને નવા એપલ Pro મોડલ્સના રિટેલ ડેમો યુનિટ જોવા મળે છે. વીડિયોમાં iPhone 18 Pro Max બર્ગન્ડી જેવા શેડમાં જ્યારે iPhone 18 Pro હળવા વાદળી રંગમાં જોવા મળે છે. જોકે, એપલ એ હજુ સુધી આ કલરની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
ક્યા છે નવા કલર્સ?
લગભગ 14 સેકન્ડનો આ વીડિયો દક્ષિણ કોરિયાના બ્લોગિંગ પ્લેટફોર્મ Naver પર સામે આવ્યો હતો. તેને ટિપ્સ્ટર દ્વારા શેર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. વીડિયોમાં કથિત આઈફઓન 18 Pro Max બર્ગન્ડી શેડમાં જોવા મળે છે. અગાઉના લીક્સમાં આ રંગને Dark Cherry નામ આપવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે, વીડિયોમાં આ કથિત નવા મોડલની સાથે iPhone 17 Pro Maxનો ડાર્ક બ્લુ મોડલ પણ જોવા મળે છે, જેના કારણે બંને રંગોની સરખામણી પણ થઈ શકે છે. આ જ વીડિયોમાં iPhone 18 Pro હળવા વાદળી રંગમાં જોવા મળે છે. આ શેડ વિશે અગાઉ પણ લીક્સ અને રિપોર્ટ્સ સામે આવી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, Sky Blue રંગ ખૂબ જ હળવો હોઈ શકે છે. અલગ-અલગ લાઇટિંગમાં તેનો લુક સિલ્વર જેવો પણ લાગી શકે છે. એટલે કે, સામાન્ય લાઇટમાં ફોનનો રંગ બ્લુ દેખાય, જ્યારે ચોક્કસ લાઇટિંગમાં તે સિલ્વર ટોન તરફ જતો દેખાઈ શકે છે
hands on video of iPhone 18 Pro and Pro Max demo units in Dark Cherry and Blue repectively#Apple #iPhone18 #iPhone18ProMax pic.twitter.com/nr008cEsFo
— Piyush Bhasarkar (@TechKard) September 7, 2026
Pro સિરીઝમાં ત્રણ કલર આવવાની ચર્ચા
iPhone 18 Pro સિરીઝના કલર અંગે અગાઉ સામે આવેલા લીક્સમાં Dark Cherry અને Sky Blue સિવાય ત્રીજા કલરની પણ ચર્ચા થઈ હતી. એક લીકમાં કથિત iPhone 18 Proની SIM ટ્રેના રંગોને આધારે Silver, Dark Cherry Red અને Sky Blue જેવા વિકલ્પોની અટકળો લગાવવામાં આવી હતી. જોકે ત્યારબાદ સામે આવેલી માહિતીમાં Silverની જગ્યાએ Black કલર મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. તેથી હાલ સંભવિત કલર કોમ્બિનેશન અંગે વિવિધ લીક્સ જોવા મળી રહ્યા છે, પરંતુ Apple તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.સામે આવેલો વીડિયો રસપ્રદ હોવા છતાં તેને સંપૂર્ણપણે સત્તાવાર પુરાવા તરીકે જોઈ શકાય નહીં. વીડિયોમાં દેખાતા ડિવાઇસ ક્યાંથી આવ્યા છે અથવા તે ખરેખર Appleના રિટેલ ડેમો યુનિટ છે કે નહીં, તેની ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. જોકે Appleના 9 સપ્ટેમ્બરના ઇવેન્ટ પહેલાં રિટેલર્સને ડેમો યુનિટ મળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ ડિવાઇસ વાસ્તવિક હોવાની અટકળો ચાલી રહી છે.