નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બીજા લગ્નના સમાચાર બાદ દેશના રાજકીય વર્તુળમાં ફરી એકવાર નેતાઓના અંગત જીવન અને લગ્નજીવનની ચર્ચા શરૂ થઈ છે. ઓમર અબ્દુલ્લાએ 30 ઓક્ટોબર 2026ના જાણીતી પત્રકાર નિધિ રાજદાન સાથે લગ્ન કર્યા છે.
બંનેએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી હતી, પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એવા કેટલાય નેતાઓ છે જેમણે એકથી વધુ વખત લગ્ન કર્યા હતા? આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરનું નામ પણ ચર્ચામાં છે કારણ કે તેમણે ત્રણ વખત લગ્ન કર્યા છે, જ્યારે ઓમર અબ્દુલ્લા સહિત અન્ય કેટલાક જાણીતા નેતાઓએ બે લગ્ન કર્યા છે. ચાલો જાણીએ આ નેતાઓ વિશે.
આ નેતાઓએ પણ કર્યા છે બે લગ્ન
દિગ્વિજય સિંહ: પ્રથમ પત્ની આશા સિંહના નિધન બાદ વર્ષ 2015માં પત્રકાર અમૃતા રાય સાથે લગ્ન કર્યા હતા. મુલાયમ સિંહ યાદવ: તેમના પ્રથમ પત્ની માલતી દેવી અને બીજા પત્ની સાધના ગુપ્તા હતાં.
રામવિલાસ પાસવાન: તેમણે રાજકુમારી દેવી અને રીના શર્મા સાથે લગ્ન કર્યા હતાં. ભગવંત માન: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વર્ષ 2022માં ડૉક્ટર ગુરપ્રીત કૌર સાથે બીજા લગ્ન કર્યા હતા. કપિલ સિબ્બલ: તેમના પ્રથમ પત્ની નીના સિબ્બલ અને બીજા પત્ની પ્રમિલા સિબ્બલ હતાં.
ઓમર અબ્દુલ્લાએ વર્ષ 1994માં પાયલ નાથ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, આ લગ્નજીવનથી તેમને બે પુત્રો છે. જોકે, બંને લાંબા સમયથી અલગ રહેતા હતા. ત્યારબાદ જુલાઈ 2026માં પરસ્પર સંમતિથી છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. છૂટાછેડાના લગભગ ત્રણ મહિના બાદ ઓમર અબ્દુલ્લાએ 30 ઓક્ટોબર 2026ના પૂર્વ પત્રકાર નિધિ રાજદાન સાથે બીજા લગ્ન કર્યા.
ઓમર અબ્દુલ્લા બીજા લગ્નને કારણે ફરી ભારતીય રાજનેતાઓના લગ્નજીવન અને તેમના અંગત જીવન સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ ચર્ચામાં આવ્યા છે. જોકે, લગ્નની સંખ્યાની વાત કરીએ તો શશિ થરૂરના ત્રણ લગ્નનો ઉલ્લેખ પણ આ ચર્ચામાં કરવામાં આવી રહ્યો છે.