Mon Nov 16 2026

Logo

પંજાબથી ઝડપાયો ISIનો એજન્ટ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડવાનો આરોપ

2026-10-30 17:32:04
Author: Mumbai Samachar Team
પંજાબથી ઝડપાયો ISIનો એજન્ટ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડવાનો આરોપ

Chat GPT Generated Image


પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને ભારતીય સેનાને લગતી ગુપ્ત માહિતી પહોંચાડવાના કથિત આરોપમાં પંજાબ પોલીસ પશ્ચિમ બંગાળમાંથી એક સૈન્ય જવાનની ધરપકડ કરી છે. પંજાબ પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલની ટીમે અલીપુરદ્વાર જિલ્લાના હાસીમારામાંથી રાજવીરસિંહ નામના જવાને ઝડપી પાડ્યો છે. તે મૂળ આસામનો રહેવાસી છે અને હાસીમારા સ્થિત 15 જાટ રેજિમેન્ટમાં ફરજ બજાવતો હતો.

પંજાબ પોલીસની ટીમે ગુરુવારે રાજબીર સિંહની હાસીમારામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને બાગડોગરા એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો. જો કે, કેટલાક ટેકનિકલ કારણોસર તેને પંજાબ લઈ જવાની પ્રક્રિયા પૂરી થઈ શકી નહોતી. આથી શુક્રવારે તેણે ફરી સિલિગુડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સિલિગુડી ACJM કોર્ટના સરકારી વકીલ સૌમિત્ર સિંહ સરકારે જણાવ્યું હતું કે, ISI સાથે સંબંધ હોવાની શંકાના આધારે પંજાબ પોલીસ રાજબીર સિંહને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પંજાબ લઈ જવાની મંજૂરી આપી છે.

ભારતીય સેનાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI) સુધી પહોંચાડવામાં આવતી હોવાની માહિતી પંજાબ પોલીસને મળી હતી. આ મામલે 8 ઓક્ટોબરના રોજ પંજાબના ફાઝિલ્કા પોલીસે ગુરનીર સિદ્ધુ નામની મહિલાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન મહિલા ISIના સંપર્કમાં હોવાની વાત સામે આવી હતી. તેના પર ભારતીય સેનાને લગતી મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાની એજન્સી સુધી પહોંચાડવાનો આરોપ છે. મહિલાની પાસેથી એક ટેબલેટ અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. 

મહિલાની પૂછપરછ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી. આ દરમિયાન ભારતીય સેનામાં ફરજ બજાવતા દિલપ્રીત સિંહ અને રાજબીર સિંહના પણ નામ સામે આવ્યા હતા. આરોપ છે કે બંને જવાનો સેનાને લગતી ગુપ્ત માહિતી શેર કરવામાં મહિલાની મદદ કરતા હતા. તપાસ  દરમિયાન મળેલી માહિતીના આધારે પંજાબ પોલીસની ટીમ રાજબીર સિંહ સુધી પહોંચી હતી અને ગુરુવારે હાસીમારામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. 

પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક ટેકનિકલ કારણોસર રાજબીર સિંહને બાગડોગરા એરપોર્ટ પરથી ફરી સિલિગુડી લાવી કોર્ટમાં રજૂ કરવો પડ્યો હતો. કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડની મંજૂરી મળ્યા બાદ પંજાબ પોલીસની ટીમ આરોપીને લઈને હવાઈ મારફતે રવાના થઈ ગઈ હતી.