સૅમસને શરૂઆત કરી, શ્રેયસે મધ્યમાં બાજી સંભાળી અને નમને મૅચ ફિનિશ કરી આપી
ક્રાઇસ્ટચર્ચઃ શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં અને ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારતની વર્લ્ડ નંબર-ટૂ ટી-20 ટીમે અહીં ગુરુવારે ધાર્યા કરતાં કંઈક જુદા જ અપ્રોચ સાથે સિરીઝની જ નહીં, પણ કઠિન પ્રવાસની પહેલી જ મૅચમાં જીત હાંસલ કરી લીધી હતી. જસપ્રીત બુમરાહ વિનાની આ ટીમની પ્લેઇંગ-ઇલેવનમાં વર્લ્ડ નંબર-વન વરુણ ચક્રવર્તી પણ નહોતો જેને પગલે કિવીઓએ ચાર વિકેટે 225 રન બનાવ્યા હતા. જોકે ભારતીય બૅટ્સમેનોએ ગમેએમ કરીને (બે બૉલ બાકી રાખીને) ટીમને વિજય અપાવ્યો હતો. મૅન ઑફ ધ મૅચ સંજુ સૅમસન (67 રન, 33 બૉલ, ચાર છગ્ગા, આઠ ચોગ્ગા)થી માંડીને નમન ધીર (42 અણનમ, 15 બૉલ, બે છગ્ગા, પાંચ ચોગ્ગા) સુધીના બૅટ્સમેનોએ સમજદારીપૂર્વક જોખમ ખેડીને 226 રનના લક્ષ્યાંકનો પીછો જાળવી રાખ્યો હતો અને 19.2 ઓવરમાં 6/230ના સ્કોર સાથે જીત મેળવી હતી.
ભારતની રણનીતિ બહુ સ્પષ્ટ હતી. વિરોધી ટીમ જો નીચા સ્કોર સુધી સીમિત ન રહી હોય તો પછી બૅટથી પરચો બતાવીને તેમનાથી આગળ નીકળી જાઓ. હરીફ ટીમ 200 રન બનાવી જાય તો ભારતીય બોલર્સે રણનીતિ બદલવી જ પડે, લાઇન ઍન્ડ લેન્ગ્થ પર કામ કરવું પડે અને ડેથ ઓવર્સ વિશે પણ પૂરતી સમીક્ષા કરવી પડે. ભારતીય બૅટ્સમેનોએ છ વિકેટે 230 રન બનાવીને બતાવી આપ્યું છે કે મોટા નામો જ તોતિંગ લક્ષ્ય અપાવી શકે એવું નથી.
Two of the best fielders in the game, but even the best have their oops moments! 😂 Watch the HERO VIDA India Tour of New Zealand, 1st T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/5PDqKQRVeK
— Sony Sports Network (@SonySportsNetwk) October 22, 2026
સૅમસન જેવા સાતત્યના અભાવવાળા તેમ જ નમન ધીર જેવા નવા ખેલાડી પણ ટાર્ગેટ સુધી પહોંચાડી શકે. સારું રમનાર તમામ બૅટ્સમેનોએ લક્ષ્યને નજર સમક્ષ રાખીને સતતપણે આક્રમક અપ્રોચ (Aggressive approach) ભરપૂર રાખવામાં આવ્યો હતો.
અભિષેક શર્મા (29 રન, 12 બૉલ, ત્રણ છગ્ગા, બે ચોગ્ગા)એ સૅમસન સાથે 93 રનની ઓપનિંગ ભાગીદારી કરીને કિવીઓને વળતો જવાબ આપવાની શરૂઆત કરી આપી હતી. ત્રીજા નંબરે તિલક વર્મા (છ રન) અને પાંચમા ક્રમે ઇશાન કિશન (એક રન) સારું નહોતા રમી શક્યા, પણ કૅપ્ટન શ્રેયસ ઐયરે (42 રન, 28 બૉલ, બે છગ્ગા, એક ચોગ્ગો)એ એક ગઢ સાચવી રાખ્યો હતો અને અક્ષર પટેલ (24 રન, 14 બૉલ, એક છગ્ગો, ત્રણ ચોગ્ગા) સાથે 24 બૉલમાં 45 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. એટલું જ નહીં, શ્રેયસે પછીથી નમન ધીર (Naman Dhir) સાથે 23 બૉલમાં 43 રનની પાર્ટનરશિપ કરીને કિવીઓને સતત પજવ્યા હતા.
Naman Dhir absolutely smokes that one! 😮💨 Watch the HERO VIDA India Tour of New Zealand, 1st T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/Hi7sNJbPEp
— Sony Sports Network (@SonySportsNetwk) October 22, 2026
નમનના રૂપમાં નવો મૅચ-ફિનિશર મળ્યો
ન્યૂ ઝીલૅન્ડના ફીલ્ડર્સની ફીલ્ડિંગ (અગાઉના વર્ષોમાં જોવા મળી હતી એવી) ચુસ્ત નહોતી અને તેમણે (અક્ષર અને શ્રેયસના) જે કૅચ છોડ્યા એનો ભારતીયોએ ફાયદો લીધો હતો. છેલ્લે નમને નીતીશ રેડ્ડી (બે રન અણનમ) સાથે 20 રનની અતૂટ ભાગીદારી કરી હતી અને કિવીઓને બતાવી આપ્યું હતું કે તેઓ આઇપીએલની અસર ન્યૂ ઝીલૅન્ડમાં બતાવ્યા વિના નથી રહેવાના. નમન ધીરના રૂપમાં ભારતને કદાચ મિડલ ઑર્ડરમાં રિન્કુ સિંહ જેવો મૅચ-ફિનિશર મળી ગયો છે.